Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જામનગરમાં ચોરી કરનારી ‘બંજારા ગેંગ' વિરૂધ્‍ધ ગેંગ કેસની ફરીયાદ દાખલ

જામનગર,તા. ૨૧ : જામનગર જીલ્લા તથા અન્‍ય જીલ્લામાં ઘરફોડ ચોરીઓ તથા વાહન ચોરીઓને અંજામ આપનાર ગેંગના ઇસમો (૧) અર્જુનભાઇ રાહુલભાઇ બંનજારા, (૨) બાદલભાઇ રાહુલભાઇ બંજાર રહે. હાલ જામનગર મુળ રાજસ્‍થા વાળાઓને એલ.સી.બી. દ્વારા સોના ચાંદીના દાગીના રોકડ રકમ વિગેરે ચોરીઓના મુદ્દામાલ સાથે પકડવામાં આવેલ હતા. મજકુર ‘બંજારા ગેંગ' સભ્‍યોની પ્રવૃતિ ઉપર નિયંત્રણમાં લાવવા માટે ગેંગના સાગ્રીતો વિરૂધ્‍ધ એલ.સી.બી. પો.ઇન્‍સ. જે.વી.ચૌધરીએ ‘બંજારા ગેંગ' વિરૂધ્‍ધ ગેંગ કેસની ફરિયાદ દાખલ કરી, કાયદેસર કાર્યવાહી કરેલ.

ઉપરોકત કામગીરી પો.સબ.ઇન્‍સ. આર.કે.કરમટા, એસ.પી. ગોહિલ તથા એલ.સી.બી સ્‍ટાફના સંજયસિંહ વાળા, માડણભાઇ વસરા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, નાનજીભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, હીરેનભાઇ વરણવા, દિલીપભાઇ તલવાડીયા, શરદભાઇ પરમાર, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, નિર્મળસિંહ એસ.જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાડીયા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, અજયસિંહ ઝાલા, રાકેશભાઇ ચૌહાણ, ધર્મેન્‍દ્રસિંહ જે. જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ડ્રાયવર-ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે.

(11:40 am IST)