Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ભાજપની જીત નિશ્ચિત પરંતુ તમારા આશિર્વાદ લેવા આવ્‍યો છું : નરેન્‍દ્રભાઇ

શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને વેરાવળ, અમરેલી, ધોરાજી, બોટાદમાં જાહેરસભા સંબોધતા વડાપ્રધાન : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વેરાવળ ખાતે જાહેરસભા સંબોધી હતી તે નજરે પડે છે.

(દિપક કક્કડ - અરવિંદ નિર્મળ - કિશોર રાઠોડ દ્વારા) વેરાવળ - અમરેલી - ધોરાજી તા. ૨૧ : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કાલે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને સૌરાષ્‍ટ્રમાં ૪ જાહેરસભાઓ ગજવી હતી.

એક દિવસમાં વેરાવળ, સોમનાથ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. ગુજરાતમાં ભાજપ સરકારના વિકાસકામોને રજૂ કરી ભવિષ્‍યમાં ગુજરાતને નવી ઊંચાઇ પર લઇ જવાનો નિર્ધાર દર્શાવી કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. તેમણે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોડાયેલા મેઘા પાટકરના નામોલ્લેખ વિના કહ્યું કે, નર્મદા વિરોધીના ખભે હાથ મૂકનારા કયા મોઢે મત માંગવા આવ્‍યા છે ? ધોરાજીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ કહ્યું કે, કચ્‍છ - કાઠીયાવાડ માટે નર્મદાનું પાણી ૩ દાયકા સુધી રોકયું, મૂસીબતો ઉભી કરી, આંદોલનો કર્યા, ગુજરાતને બદનામ કર્યું એ આંદોલનકારી બહેનના ખભે હાથ મુકીને કોંગ્રેસના એક નેતા પદયાત્રા કરે છે.

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કહ્યું કે, ગુજરાતમાં ભાજપની જીત નિヘતિ છે તેવું જણાવતા મોદીએ કહ્યું કે, મારૂ એ કર્તવ્‍ય છે કે મારા કામનો હિસાબ આપવો અને એ આપવા તથા તમારા આશિર્વાદ લેવા આવ્‍યો છું તમે મતદાન કરી કર્તવ્‍ય બજાવજો.

વેરાવળ

(દિપક કક્કડ - દેવાભાઇ રાઠોડ દ્વારા) વેરાવળ પ્રભાસ પાટણ : ᅠ નરેન્‍દ્રભાઇ મોદી એ ગુજરાતમા કરેલા વિકાસના કામો વર્ણવેલ અને જણાવેલ કે ચૂંટણીની પ્રથમ જાહેર સભા સોમનાથ થી પ્રારંભ કરવામાં આવેલ છે અને કાર્યકરોને પોલીંગ બૂથમા રેકોર્ડ મતદાન કરવા જણાવેલ તેવોએ ગુજરાતમા આયુષ્‍માન કાર્ડમા પાંચ લાખની સહાય, દેશના ૮૦ કરોડ લોકોને મફત અનાજ, સિંચાઇના પાણી, બંદરો અને દરીયા કીનારાનો વિકાસ, બહેનોને ધરે ધરે ગેસ ના બાટલા, ઘરે ઘરે નળ કનેકશન, કચ્‍છ ના રણ નો વિકાસ કરીને ગુજરાત નુ તોરણ બનાવેલ અને વિકાસના દ્વાર ખોલેલા, દિકરીઓ શાળામા શૌચાલયની વ્‍યવસ્‍થા સહિતની વિકાસ ની વાંતો કરેલᅠ

તેઓએ જણાવેલ કે સોમનાથમાં બારે માસ શિવરાત્રી ઉજવણી કરવામાં આવે છે અને સરદારને યાદ કરી ને જણાવેલ કે સરદારે સોમનાથના પૂનઃ નિર્માણનો સંકલ્‍પ કર્યો હતો અને તે સરદારનુ સૌથી મોટું સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી બનાવામાં આવેલ

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, અને અન્‍ય આગેવાનો એ નિકાસની વાતો કરેલ આ કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લાની ચારેય વિધાનસભાની હતી.

(11:44 am IST)