Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ઘેલા સોમનાથ દાદાના દર્શને રાજકોટ ડીડીઓ

 જસદણઃ વિખ્‍યાત તીર્થધામ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં આજે રાજકોટ ડીડીઓ દેવ ચૌધરી સહ પરિવાર સાથે દર્શનાર્થે આવેલા અને ઘેલા સોમનાથ દાદાની પુજા અર્ચના કરી હતી તેમની સાથે જસદણ અને વિંછીયાના ટીડીઓ સાથે રહ્યા હતા. આ તકે ઘેલા સોમનાથ ટ્રસ્‍ટના મેનેજર હિંમતભાઇ શિયાળએ ડીડીઓનું શાલ ઓઢાડીને સન્‍માન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ પંથકમાં ઘેલા સોમનાથ તીર્થધામમાં દેશભરમાંથી ભાવિકો આવે છે ટ્રસ્‍ટ દ્વારા પાણીથી લઇ આરોગ્‍ય સુધીની કાળજી લેવામાં આવે છે. (અહેવાલ-તસ્‍વીરઃ હુસામુદ્દીન કપાસી -જસદણ)

(11:49 am IST)