Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જામકંડોરણામાં કોંગ્રેસને મોટો ફટકો : તાલુકા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું : ભાજપમાં જોડાયા

(મનસુખ બાલઘા દ્વારા) જામકંડોરણા, તા. ૨૧ : તાલુકા કોંગ્રેસ સુરેન્‍દ્રસિંહ વાળાએ સવારે જીલ્લા કોંગ્રેસ પ્રમુખને પ્રમુખ પદેથી તેમજ પાર્ટીના તમામ હોદા પરથી રાજીનામું આપી બપોર બાદ મોટી સંખ્‍યામાં તેમના સમર્થકો અને કાર્યકરો સાથે ભાજપના ઉમેદવાર જયેશભાઇ રાદડીયાના હસ્‍તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાતા જામકંડોરણા તાલુકામાં મોટો ઝટકો લાગ્‍યો હતો. તેમના આ વિધિવત પ્રવેશ સમયે જયેશભાઇ રાદડીયા, ગોવિંદભાઇ રાણપરીયા, ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, ગૌતમભાઇ વ્‍યાસ સહિતના હોદેદારોએ આવકાર્યા હતા.

(11:50 am IST)