Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ધોરાજીમાં ગયા વખતે ચૂકી ગયા'તા, આ વખતે એ ભૂલ ન કરતા : નરેન્‍દ્રભાઇ

સૌરાષ્‍ટ્રની ૪ બેઠકોના લોકોને સંબોધતા વડાપ્રધાન : ભાજપના આગેવાનો, કાર્યકરોની ઉપસ્‍થિતિ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨૧ : ધોરાજી ખાતે ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી એ વિશાળ જનસભા સંબોધી હતી અને ધોરાજી જેતપુર ગોંડલ કુતિયાણા ચાર વિધાનસભાના ઉમેદવારના પ્રચાર અર્થે નરેન્‍દ્રભાઇ મોદીએ લોકોને ભારતીય જનતા પાર્ટીને જંગી લીડથી ચુંટી કાઢવા બાબતે વિનંતી કરી હતી. આ સાથે નરેન્‍દ્રભાઇ મોદીએ ધોરાજીને પાંચ વખત યાદ કર્યો હતા.

ધોરાજીના જેતપુર રોડ નેશનલ હાઈવે અતુલ સુલવંત ગ્રાઉન્‍ડ ખાતે ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની વડાપ્રધાન તરીકે પ્રથમ વખત જનસભા યોજાઇ હતી આ જનસભામાં ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવેલ કે હું ધોરાજીની ધરતી ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ચુંટી કાઢવા બાબતે પ્રચાર અર્થે આપ સૌને વિનંતી કરવા આવ્‍યો છું.

નરેન્‍દ્રભાઈ પોતાની લાક્ષણિક શૈલીમાં જણાવેલ કે હું ધોરાજીની જનતાને વિનંતી કરવા આવ્‍યો છું કે તમે લોકો ઘેર ઘેર જઈ કેજો કે નરેન્‍દ્રભાઈ મોદી ધોરાજીમાં આવ્‍યા હતા અને તમને પ્રણામ કીધા છે આ પ્રકારે લોકોને વિનંતી કરી હતી.

વિશેષમાં જણાવેલ કે એક બાર મોદી સરકાર એ પ્રકારના નારા લગાવ્‍યા હતા અને ફિર એક બાર મોદી સરકાર આ પ્રકારે ધોરાજીની જનતા સાથે હાકલા પડકારા કર્યા હતા.

વધુમાં જણાવેલ કે ગયાᅠદસકામાં અનેક વખત આવવાનો મને મોકો મળ્‍યો છે મારે ધોરાજી આવું એ રોજ આવતો હોય તેવું લાગે છે

હું માંગવા પણ આવ્‍યો છું તને હિસાબ દેવા પણ આવ્‍યો છું તમે જ મારા ટીચર છો અને તમે જ મને ટ્રેનિંગ આપી છે.

ધોરાજી થી અમદાવાદ જવું હોય તો કોમી દાવાનળ અને કારણે લોકો પરેશાન થતા હતાᅠ આજે એ કાયમી માટે બંધ થઈ ગયો છે. ગુજરાતમાં કોમિ ડાનાવળ કાયમી માટે દેશવટો થઈ ગયો છે એ પહેલા ગુજરાત ભુકમ્‍પ માં પણ પીસાતું હતુંᅠ

આજે ગુજરાતમાં બધે જ ડંકો વાગે છે સરકાર અને પ્રજા સાથે મળીને કામ કરે તો ખરા અર્થમાં વિકાસ થાય પ્રગતિના નવા નવા શિખરો પર આપણે જઈ રહ્યા છીએᅠ

ગયા વખતે ધોરાજીમાં તક ચુકી ગયા હતા હવે આવી ભૂલ ન કરતા...?

વિશાળ જન સભામાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ મહેન્‍દ્રસિંહ સરવૈયા યુવા ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ ઉત્તર પ્રદેશના વાહન વ્‍યવહાર મંત્રીશ્રી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા તેમજ રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા જેતપુરના ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયા ગોંડલના ધારાસભ્‍ય ગીતાબા જાડેજા ધોરાજીના ઉમેદવાર મહેન્‍દ્રભાઈ પાડલીયા પોરબંદરના ધારાસભ્‍ય બાબુભાઈ બોખરીયા કુતિયાણાના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર જિલ્લા પ્રભારી રક્ષાબેન બોળીયા જિલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણી જિલ્લા મહામંત્રી મનીષભાઈ ચાગેલા જિલ્લા મહામંત્રી નાગદાન ભાઈ ચાવડા પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ વલ્લભભાઈ કથીરિયા પૂર્વ ધારાસભ્‍ય પ્રવીણભાઈ માકડીયા પૂર્વ મંત્રી જશુબેન કોરાટ પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજાᅠ પોરબંદર જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા મંજુબેન કારાવદરા વિગેરે મહાનુભાવો સ્‍ટેજ ઉપર ઉપસ્‍થિત હતા અને તેઓનું જિલ્લા ભાજપ વિવિધ મંડળો દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું

આ સાથે નરેન્‍દ્રભાઈ મોદીનું સત્‍કાર કરવા માટે ધોરાજી ચૈતન્‍ય હનુમાનજી આશ્રમ તેમજ ભવનાથ સાંતેશ્વર આશ્રમ આહવાન અખાડાના શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ દ્વારા રુદ્રાક્ષની માળા પહેરાવી નરેન્‍દ્રભાઈ મોદીનું સ્‍વાગત કર્યું હતું. આ સમય નરેન્‍દ્ર ભાઈ મોદીએ સંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજના આશીર્વાદ મેળવ્‍યા હતા તેમજ ચેતનભાઇ રામાણી દિનેશભાઈ અમૃતિયા વી ડી પટેલ હરસુખ ભાઈ ટોપિયા લલીતભાઈ વોરા ગોરધનભાઈ ધામેલીયા પ્રતિપાલસિંહ જાડેજા વિગેરે સભા મંડપ ખાતે સ્‍વાગતમાં જોડાયા હતા.

હેલીપેડ ખાતે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ,ᅠયુવા ભાજપના પ્રમુખ સતિષભાઈ શિંગાળા, મહિલા મોરચાના પ્રમુખ સીમાબેન જોશી, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ હરેશભાઈ હેરભા, નવીનપરી ગોસ્‍વામી, અનુજાતી મોરચાના પ્રમુખ મનોજભાઈ રાઠોડ, વગેરે મહાનુભાવો દ્વારા નરેન્‍દ્રભાઈ મોદીની મુલાકાત સાથે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું

સભાને સફળ બનાવવા માટે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ પરેશભાઈ વાગડિયા વિજયભાઈ બાબરીયા કિશોરભાઈ રાઠોડ કિરીટભાઈ વઘાસિયા નિલેશભાઈ ડેડાણીયા જિલ્લા ભાજપ શહેર ભાજપ તાલુકા ભાજપ વિગેરે ટીમો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

સભા સ્‍થળે કાયદો અને વ્‍યવસ્‍થા બાબતે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ ડેપ્‍યુટીએસપી ડોડીયા સાહેબ તેમજ ધોરાજીના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અનિરૂદ્ધસિંહ ગોહિલ વિગેરે દ્વારા ૨૦૦૦ જેટલા સરકારી કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ એ સઘન પોલીસ બંદોબસ્‍ત સાથે વ્‍યવસ્‍થા જાળવી રાખી હતી અને કોઈ અનિચ્‍છનીય બનાવ બન્‍યો ન હતો.

(11:51 am IST)