Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

સુરેન્‍દ્રનગરમાં વકીલ સાથે કાર વેચાણ મુદ્દે છેતરપિંડી

વઢવાણ તા. ૨૧ : સુરેન્‍દ્રનગર ૮૦ ફૂટ રોડ, આરતી રેવન્‍યુ-૧ મકાન નંબર-૭માં રહેતા કલ્‍પેશભાઈ દેવાભાઈ સિંધવ બિલ્‍ડીંગ કન્‍સ્‍ટ્રશન તેમજ વકિલાત અને જૂની કારની લે-વેચ કરે છે. આથી કલ્‍પેશભાઈએ  વિશાલભાઈ નારાયણભાઈ ચંદારાણા અને નારાયણભાઈ ચંદારાણા પાસેથી એક ઓડી કાર ખરીદી જેનું તા. ૨૬-૧-૨૦૨૧ના રોજ વેચાણખત, ડિલીવરી નોટ અપાઇ હતી. આ ઉપરાંત વેન્‍ટો કાર પણ ખરીદી તેની ડિલીવરી નોટ, વેચાણખત કરાયુ હતુ. આથી બંને કારનો કબજો વિશાલભાઈ અને નારાયણભાઈએ કલ્‍પેશભાઈને આપ્‍યો હતો. જેની સામે કલ્‍પેશભાઈએ હુન્‍ડાઇ કાર બંનેને આપી હતી.કારના આ સોદા બાદ કલ્‍પેશભાઈને રૂ. ૧.૬૦ લાખ દેવાનું નક્કી થયુ હતુ. પરંતુ કલ્‍પેશભાઈએ લીધેલી કાર પ્રિમિયમ પ્રકારની હોવાથી પિતા-પુત્ર વધુ કિંમત લેવા માંગતા હોય બંને કારના અસલ દસ્‍તાવેજ આપતા ન હતા.

પરિણામે કલ્‍પેશભાઈએ તા. ૩-૮-૨૦૨૧ના રોજ બી-ડિવીઝન પોલીસ મથકે પિતા-પુત્ર સામે છેતરપિંડીની અરજી કરી હતી. અને ફરિયાદ દાખલ કરવા જણાવવા છતાં પોલીસ મથકે ફરિયાદ ન નોંધાઇ ન હતી. આથી કલ્‍પેશભાઈએ તા. ૧૭-૧૧-૨૦૨૧ના રોજ સુરેન્‍દ્રનગરની કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ તા. ૧૨-૯-૨૦૨૨ના રોજ ચાલી જતા કોર્ટે બી-ડિવીઝન પોલીસ મથકના અધિકારીને આ બનાવની એફઆરઆઇ રજીસ્‍ટર કરી ૪૫ દિવસમાં જરૂરી તપાસ અને તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા કે ચાર્જશીટ કરવા હુકમ કર્યો હતો. બનાવમાં ૧૬-૧૧-૨૦૨૨ના રોજ વિશાલભાઈ નારાયણભાઈ ચંદારાણા અને નારાયણભાઈ ચંદારાણા તેમજ એક અજાણ્‍યા શખ્‍સ સામે વિશ્વાસઘાત-છેતરપિંડી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવની વધુ તપાસ પીએસઆઈ એચ.એસ.જાડેજા ચલાવી રહ્યા છે.

ચોરણીયા ગામે આગ બાબતે ઝઘડો કર્યો

લીંબડી તાલુકાના ચોરણીયા ગામે અગમ્‍ય કારણોસર કડબ ભરેલા આઈશરમાં આગ લાગતાં ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્‍યારે આગ ઓલવવા જતાં બે જુથ વચ્‍ચે મારામારી થતાં ૬ શખ્‍સોને ઈજાઓ થવા પામી હતી.

ચોરણીયા ગામે રહેતાં સુખદેવભાઈ શામજીભાઈ ગામીએ જણાવ્‍યું હતું કે અમારા ઘેર અમે લોકો કડીયા કામ કરતાં હતાં. તે સમયે અમારા વાડા ની બાજુ માંથી કડબ ભરેલુ સળગતું આઈશર લઈને તળાવમાં આગ ઓલવવા માટે પસાર થતાં વાડામાં બાંધેલા માલ ઢોર ને આગ લાગતાં અમે લોકો આગ ઓલવવા માટે જતાં તે સમયે અરામભાઈ કમાભાઈ તથાં વાલાભાઈ તેજાભાઈ સહિત અન્‍ય ચાર થી પાંચ શખ્‍સોએ અમારા પરિવારના ૬ સભ્‍યો પર હુમલો કરી માર મારીને ઈજાઓ પહોંચાડી હતી.

(11:52 am IST)