Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ધ્રાંગધ્રાના સોલડી ગામે સોલાર પ્‍લાન્‍ટમાં ચોરી કરનાર બે શખ્‍સોને બે દિવસમાં જ ઝડપી લીધા

 ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે આવેલ સોલાર પ્‍લાન્‍ટમાં કોઈ શખ્‍સો લાખ્‍ખો રૂા.નો કેબલ ચોરી ગયાની ફરીયાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં નોંધાતા પોલીસે ઝડપી તપાસ હાથ ધરીને બનાવ બન્‍યાના બે દિવસમાં જ આ ચોરી અંગે વેળાવદર (તા.વઢવાણ)ના દશરથ દાજીભાઈ ઝેઝરીયા અને તેને મદદગારી કરનાર કરસન ઉર્ફે કશો રામજીભાઈ થરેસાને રૂા. ૧.૨૮ લાખની કિંમતના ચોરીના ૧૭૧ કિલો વાયર સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી કરેલ હતી. પોલીસે આ બનાવમાં વપરાયેલ રૂા. ત્રણ લાખની ઈકો કાર, રૂા. સાત હજારનો મોબાઈલ પણ કબજે કરીને ફરાર આરોપીઓ નિલેશ મનસુખભાઈ અને મહેશભાઈને ઝડપી લેવા તપાસ હાથ ધરેલ હતી.

(11:53 am IST)