Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જૂનાગઢમાં મિત્રને મિત્રનો રૂા. ૪૮ હજારનો ધુંબો

નાણા પરત નહિ કરી વિશ્વાસઘાત કર્યો

(વિનુ જોષી) જૂનાગઢ,તા. ૨૧ : જૂનાગઢમાં મિત્રને મિત્રએ જ રૂા. ૪૮ હજારનો ધુંબો લગાવી વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

મુળ જેતપુરના અકાળા ગામનાં વતની અને જૂનાગઢના જોશીપરામાં રહેતા કિર્તીકુમાર ચંદુભાઇ રૂપાપરા પાસેથી તેના મિત્ર જૂનાગઢના કેતન જીતેન્‍દ્રભાઇ સોલંકીએ અલગ અલગ રૂા. ૬૮૦૫૦ ની રોકડ મેળવેલ જેની સામે બેંકની ચેક આપ્‍યો હતો.

પરંતુ કેતન સોલંકીએ રૂા. ૨૦ હજાર પરત આપી બાકીન રકમ રૂા. ૪૮,૦૫૦ પરત નહિ આપી વિશ્વાસઘાત કરી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ કિર્તીકુમાર રૂપાપરાએ કરતા જૂનાગઢ બી ડીવીઝનના પી.એસ.આઇ એચ.વી. ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

(12:25 pm IST)