Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

અમરેલીમાં કેજરીવાલનો રોડ-શો : કાલે ખંભાળીયામાં સભા

આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્‍હીના મુખ્‍યમંત્રીને આવકારવા આગેવાનો, કાર્યકરો અને ટીમ સજ્જ

(અરવિંદ નિર્મળ - કૌશલ સવજાણી દ્વારા) અમરેલી - ખંભાળીયા તા. ૨૧ : અમરેલીમાં આજે બપોરે અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાયો છે. જ્‍યારે કાલે ખંભાળીયામાં અરવિંદ કેજરીવાલની સભા યોજાઇ છે.

અમરેલીમાં આજે બપોરે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્‍હીના યશસ્‍વી મુખ્‍યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી અમરેલી શહેર ખાતે સૌપ્રથમ વાર આવી રહેલ હોય અમરેલી જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ અમરેલી જિલ્લાની જનતામાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

અમરેલી આમ આદમી પાર્ટી દ્વારા શહેરના રાજમાર્ગો પર ટાવર ચોક ખાતેથી બપોરના ૩ કલાકે ભવ્‍ય રોડ શો નું આયોજન કરેલ હોય જેમાં દિલ્‍હીના યશસ્‍વી મુખ્‍યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી ઉપસ્‍થિત રહેવાના હોય ત્‍યારે અમરેલી જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ જિલ્લાભરની જનતામાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે અને લોકો સૌપ્રથમવાર અમરેલી શહેરમાં આવી રહેલા અરવિંદ કેજરીવાલજીને સમર્થન આપવા માટે અમરેલી જિલ્લા તેમજ આજુબાજુના જિલ્લામાંથી પણ સ્‍વયંભૂ લોકો આ ભવ્‍ય રોડ શો માં ઉમટી પડશે.

આ ભવ્‍ય રોડ શોમાં માટે આમ આદમી પાર્ટી અમરેલી પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

આપના ઉમેદવારને જીતાડવા માટે દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ તા. ૨૨ના રોજ ખંભાળિયા આવી રહ્યા છે અને જંગી સભાનું આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે.

(11:55 am IST)