Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ઉનાની બાળા સાથે મિત્રતા કરીને યુવાન ભગાડી ગયો

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૨૧ : સગીર વયની બાળા સાથે મિત્રતા કેળવીને કોડીનારનો યુવાન બદકામ કરવાના ઇરાદે બાળાને ભગાડી ગયાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

ઉનાની સગીર વયની બાળાને કોડીનારના રાહુલ જામભાઇ વાઘેલા જાતે દેવીપૂજકે મિત્રતા કેળવી બદકામ કરવાના ઇરાદે ભગાડી જતા સગીરની માતાએ ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવતા ઉના પી.આઇ. એમ.કે.ગૌસ્‍વામી વધુ તપાસ કરી રહ્યા છે.

(11:58 am IST)