Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

સંબંધો તોડી નાંખતા જૂનાગઢની યુવતિને હેરાન કરી તેના ભાઇને ધમકી

(વિનુ જોષી) જૂનાગઢ,તા. ૨૧ : સંબંધો તોડી નાખતા જૂનાગઢની એક યુવતીને હેરાન કરી તેના ભાઇને ધમકી આપી હોવાની એક શખ્‍સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જૂનાગઢના ધરારનગરમાં રહેતી એક ૨૭ વર્ષીય યુવતિએ જૂનાગઢનાં કરણ નાનજીભાઇ ચાવડા નામના શખ્‍સ સાથે મૈત્રી કરાર કરેલ.

પરંતુ કરણ સામે વાંધો પડતાં યુવતિએ સંબંધો તોડી નાખ્‍યા હતા. આ બાબતે મનદુઃખ રાખી યુવતિને હેરાન કરી અને તેના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

આથી યુવતિએ ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:59 am IST)