Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મીઠાપુર નજીક છોટા હાથી ટ્રક સાથે ટક્કરમાં આધેડનું મૃત્‍યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૨૧: ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા સાજણભાઈ મુરાભાઈ ચાનપા નામના ૩૫ વર્ષના યુવાન તેમના પિતા મુરાભાઈ આલાભાઈ ચાનપા સાથે એક છોટા હાથી પેસેન્‍જર વાહનમાં જઈ રહ્યા હતા, ત્‍યારે નંબર પ્‍લેટ વગરના આ છોટા હાથી વાહનના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી, દ્વારકા-ઓખા હાઈ-વે રોડ પર ભીમરાણા ગામ નજીક રોડની એક સાઇડમાં પાર્ક કરવામાં આવેલા ટ્રક સાથે અકસ્‍માત સર્જ્‍યો હતો, જેના કારણે આ છોટાહાથી વાહન રોડની એક બાજુની નાલીમાં ખાબકયું હતું.

આ અકસ્‍માતમાં વાહનમાં જઈ રહેલા મુરાભાઈ આલાભાઈ ચાનપા (ઉ.વ. ૫૫) ને ફેક્‍ચર સહિતની ગંભીર ઈજાઓ સાથે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જે સારવાર દરમિયાન તેમનું મળત્‍યુ નીપજ્‍યું હતું, આ બનાવ અંગે મળતકના પુત્ર સાજણભાઈ મુરાભાઈ ચાનપાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે છોટા હાથી વાહનના ચાલક શુક્‍લાભા માણેક સામે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે

(12:00 pm IST)