Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મોરબીમાં ભારત પેટ્રોલિયમ દ્વારા ગ્રાહક મીટ

ભારત પેટ્રોલીમ કોર્પોરેશન લિ.ના ગુજરાત રાજય કાર્યાલય દ્વારા મોરબી ખાતે ગ્રાહક મીટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. મીટિંગની અધ્‍યક્ષતા સુબિકાશ જેના (ઈડી ઈન્‍ચાર્જ I &C), એસ.શ્રીનિવાસન (ED સેલ્‍સ I &C), તરૂણકુમાર (GM-BD, HQ I &C), સુમિત મોહન (સ્‍ટેટ હેડ I &C GSO) સાથે હતી. અન્‍ય BPCL અધિકારીઓ સાથે. સિરામિક ઉદ્યોગની એકંદર વૈશ્વિક અને ભારતીય ગેસ પરિદ્રશ્‍ય અને આ ઉદ્યોગમાં વૃધ્‍ધિ માટે મોરબીની સંભવિતતા તેમજ એલપીજી માટેના મહત્‍વના પરિમાણો, એલપીજી બલ્‍ક ઈન્‍ડિયન સિનારીયો સાથે બીપીસીએલના એલપીજી સપ્‍લાય પોઈન્‍ટ્‍સ પર લોડિંગ પ્રક્રિયાઓ અને સલામતીની સાવચેતીઓ સાથે ગ્રાહકોને ગહન તકનીકી સહાય પૂરી પાડવાના મૂદ્દે ચર્ચા વિચારણા કરાઈ હતી. ગ્રાહકોને એલપીજી એસબીયુ દ્વારા એલપીજી પેકડ ઉત્‍પાદનો, લ્‍યુબ્‍સ એસબીયુ દ્વારા એમએકે લ્‍યુબ્રિકન્‍ટ્‍સ અને ઓટોમેશન અને સ્‍માર્ટફલીટ પ્રોગ્રામ વિશે પણ જાગૃત કરવામાં આવ્‍યા હતા.(

(12:05 pm IST)