Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જામકંડોરણાનાં ખાટલી ગામે પરિણિતાનો ઝેરી દવા પી આપઘાત

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ર૧ :.. જામકંડોરણાના ખાટલી ગામે ભાણાભાઇ પટેલની વાડીએ રહેતા એવા રેખાબેન જેસુખભાઇ મકવાણા કોળી (ઉ.વ.ર૩) ઝેરી દવા પી જતા જામકંડોરણા દવાખાને સારવારમાં લાવતા મોત થયું છે.

આ બનાવ અંગે પ્રાથમિક તપાસ અનુસાર પરણીતાને પડખામાં દુખાવો હોય અને દુખાવાથી કંટાળી ઝેરી દવા પી જઇ આત્‍મહત્‍યા કરતા જામકંડોરણા સરકારી દવાખાને પી. એમ. અંગે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે ડીવાયએસપીએ  તપાસ હાથ ધરી છે. (પ-૧૧)

(12:25 pm IST)