Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મહુવામાં પાન-સોપારીના વેપારી પાસેથી ૯૯ લાખ રોકડા મળ્‍યા

ભાવનગર,તા. ૨૧ : મહુવા વિધાનસભા વિસ્‍તારમાં કાર્યરત ફલાઈંગ સ્‍કોવોડ ટીમને ઇન્‍કમ ટેક્‍સ ડિપાર્ટમેન્‍ટ ભાવનગર દ્રારા બાતમી મળતા કુલ ૩ᅠ ફલાઈંગ સ્‍કોવોડ ટીમ મહુવાની ફાતિમા સોસાયટીમાં પહોંચી સ્‍થળને કોર્ડન કરી નજર રાખી તુરંત પોલીસ બંદોબસ્‍ત મંગાવ્‍યો . સાથે જ ઇન્‍કમટેક્‍સ વિભાગના અધિકારીઓ પણ સ્‍થળે પહોંચી જતાᅠ પોલીસ અને ઇન્‍કમટેક્‍સ અધિકારીઓ દ્વારા સયુંકત રીતે કુલ ૩ જગ્‍યાઓ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું અને કુલ ૯૯ , ૦૦,૨૨૦ᅠ ઇન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્‍યા છે .જે વ્‍યક્‍તિઓ પાસેથી જપ્ત કરાયેલ છે તેઓએ સદર રકમ ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી તેવું પંચનામાં જણાવેલ છે.

મહુવા શહેરમાં નવા બસ સ્‍ટેન્‍ડ નજીક ફાતેમા સોસાયટી માં બ્‍લોક નં.૩૦ અને બ્‍લોક નં.૭૭ માં પૂર્વ બાતમીના આધારે ચૂંટણી પંચ અને મહુવા પોલીસ સ્‍ટેશનના ડી.વાય.એસ.પી. તથા પોલીસ સ્‍ટાફના કાફલા સાથે રેડ કરતા બંને બ્‍લોકના માલિક ફાતેમા સોસાયટીમાં રહેતા અને નવા બસ સ્‍ટેન્‍ડ નજીક આનંદ ધન કોમ્‍પલેક્‍સમાં પાન સોપારીનો વેપાર કરતા અમંન ટ્રેડિંગના માલિક અંજુભાઈ પંજવાની અને ફિરોઝ પંજવાણીના કબજામાંથી રૂ . ૯૯ લાખ રોકડા અને અન્‍ય બેનામી વહીવટ મળી આવતા ચૂંટણી પંચ દ્વારા કબજે લઈ આ રકમ ક્‍યાંથી આવી અને ક્‍યાં ઉપયોગમાં લેવાની હતી તે બાબતે તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે.

(12:26 pm IST)