Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

કોંગ્રેસના ગઢ રાપરમાં કેસરિયો લહેરાવવા વિરેન્દ્રસિંહ જાડેજા મક્કમ

પ્રદેશ ભાજપની નજર રાપર બેઠક ઉપર, કોંગ્રેસના ગઢમાં ગાબડા સાથે અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ :  કચ્છમાં ભાજપ આ વખતે ૬ એ ૬ બેઠકો જીતવા નિશ્ચયી છે.એટલે જ ખાસ કરીને ભાજપના પ્રદેશ તેમ જ રાષ્ટ્રીય નેતાઓએ કોંગ્રેસના ગઢ ગણાતાં રાપરના કાંગરા ખેરવવા મજબૂત ઉમેદવાર તરીકે વિરેન્દ્રસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. ભચાઉના રહેવાસી વિરેન્દ્રસિંહ જાડેજા કસાયેલા રાજકીય આગેવાન છે. ૨૦૧૭ માં પૂર્વ કચ્છમાંથી છેક પશ્ચિમ કચ્છ માંડવી મુન્દ્રામાં ઉમેદવારી નોંધાવનાર વિરેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસના શક્તિશાળી નેતા શકિતસિંહ ગોહિલને હાર આપી જાયન્ટ કીલર બન્યા હતા. હવે આ વખતે તમને રાપરના કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવવાની જવાબદારી સાથે મેદાનમાં ઉતારાયા છે. ચુંટણી જીતવાની રણનીતિ સાથે આગળ ધપી રહેલ વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં કોંગ્રેસના સેંકડો કાર્યકરોએ કેસરિયા કર્યા છે. રાપરના અનેક ગામોના સરપંચ ખુલીને વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં બહાર આવી ગયા છે. જોકે, અહીં નર્મદા કેનાલના કારણે ખેતીનો જબરદસ્ત વિકાસ થયો છે. ખેડૂતો, પશુપાલકો સૌ કોઈ નર્મદાના નીર થકી ખુશહાલ છે.

(1:17 pm IST)