Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

બાબરાના નાના બસ સ્‍ટેશન વિસ્‍તાર અને અમરાપરા વિસ્‍તારમાં ઇંગ્‍લિશ અને દેશી દારૂ નું બેરોકટોક વેચાણ

ચુંટણી લક્ષી ચારે બાજુ ચેકીંગ હોવાછતાં પણ બુટલેગરો સક્રીય તંત્ર નિષ્‍ક્રિય

(દિપક કનૈયા દ્વારા) બાબરા,તા.૨૧ : બાબરા શહેરમાં નાના બસ સ્‍ટેશન વિસ્‍તારમાં તેમજ અમરાપરા વિસ્‍તારમાં ઇંગ્‍લિશ અને દેશી દારૂનું બેરોકટોક વેચાણ થય રહ્યુ છે ચુંટણી લક્ષી ઠેર ઠેર ચેકીંગ હોવાછતાં પણ બુટલેગરો સક્રીય બનીયા છે અગાવના એસપી નિર્લિપ્ત રાય સાહેબ ના સમયે દેશી કે વિદેશી દારૂની બોટલ લેવા માટે જીલ્લા ફેર લોકો જતા હતા હાલ શહેરમાં તેમજ તાલુકાના ગામોમાં ખુલે આમ દારૂ ના વેચાણ થાય છે તંત્ર ને મોકળાશ મળી છે એટલે ફરીથી હપ્તા વસૂલ કરી તમામ બેનંબરી ધંધા ઓ ચાલુ થયા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે લોકો માથી ઉલ્લેખનીય છે કે હાલ ચુંટણી હોવાથી ચેકીંગના કારણે અમુક બુટલેગરો એ ધંધો બંધ કરી દીધો છે ત્‍યારે અમુક બુટલેગર તંત્ર ને અંધારામાં રાખી ચુંટણી નો લાભ લય ડબલ ભાવ લય રહીયા છે પણ આવું કોના આશીર્વાદ થય રહ્યુ છે એ ચર્ચા ઓ ચાલી છે  અમરેલી જિલ્લા એસપી હિમકરસિહ સાહેબ આ અંગે ધ્‍યાન આપે તો સારું નકર આગામી દિવસોમાં મહિલા ઓ દ્રારા તંત્ર ની નિષ્‍ક્રીયતા સામે જીલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરવામાં આવશે તેવું મહિલા ઓ ના મોઢે ચર્ચાઓ ચાલી રહી છે.

(1:22 pm IST)