Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

રાજુલા - જાફરાબાદ વિસ્‍તારમાં ચૂંટણી જંગ જામ્‍યો

(ઇકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા. ૨૧ : સમગ્ર અમરેલી જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે ચૂંટણી જંગ જામ્‍યો છે. જ્‍યારે રાજુલા જાફરાબાદ વિસ્‍તારની બેઠક ઉપર   ભાજપ કોંગ્રેસ વચ્‍ચે નહીં પરંતુ કૉંગ્રેસ અને અપક્ષ કરણભાઈ બારીયા વચ્‍ચે ખરા ખરી નો ચૂંટણી જન્‍મ જામ્‍યો છે  અપક્ષ ઉમેદવાર કરણભાઈ બારીયા કોળી જ્ઞાતિના હોવાથી કરણભાઈ બારીયા કોળી જ્ઞાતિમાં ખૂબ સારૂ વર્ચસ્‍વ ધરાવતા હોવા થી ઠેર ઠેર કરણભાઈ બારીયાને ખૂબ જ આવકાર મળી રહ્યો છે.  અમરેલી જિલ્લા માં કોય ઉમેદવારએ પ્રચાર ન કરતા હોય એ રીતે અપક્ષ ઉમેદવાર કરણભાઈ બારીયા ૨૫ ગાડીના વિશાળ કાફલા સાથે રાજુલા જાફરાબાદ વિસ્‍તારના ગામડા ઓ ધમરોળી રહ્યા છે અને કરણ બારીયાને પ્રચંડ સમર્થન પણ મળી રહ્યું છે.

અમરેલી જિલ્લાના ઇતિહાસમાં કયારેય અપક્ષ ઉમેદવાર આવડો મોટો જબરો જુવાળ ઉભો કર્યો હોય તે માત્ર ને માત્ર કરણ બારીયા  અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે એ પણ સત્તાધારી ભાજપ ના ઉમેદવાર કરતા પણ સારી અને જબરી લોક ચાહના કરણ બારીયા એ મેળવી છે   રાજુલા જાફરાબાદ વિસ્‍તારમાં નીડર નિષ્ઠાવાન અને સાચા લોક સેવક તરીકેની છાપ પણ ધરાવે છે અને લોકો વિજય આપવા નો કોલ પણ આપી રહ્યા છે.

(2:22 pm IST)