Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મોરબી પુલ દુર્ઘટનામાં સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી

પુલનો કેસ લડવા નગરપાલિકાએ પરિપત્ર બહાર પાડીને સદસ્‍યોની સહમતી માંગી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : પુલ દુર્ઘટનામાં તપાસ અંગે થયેલ જાહેર હિતની અરજીની આજે સુપ્રિમ કોર્ટમાં   સુનાવણી હાથ ધરાશે.

મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં નિર્દોષ લોકોના મળત્‍યુ મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પીટીશન મામલે કેસ લડવા બે વકીલો રાખવા અને તેની ફીનો ખર્ચ ઉઠાવવા નગરપાલિકા પ્રમુખ અને ઇન્‍ચાર્જ ચીફ ઓફિસર દ્વારા સકર્યુલર ઠરાવ કરી સદસ્‍યો પાસે સહમતી માંગવામાં આવી છે ત્‍યારે ૧૨ થી વધુ સદસ્‍યોએ સહમતી આપી હોવાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે

મોરબી નગરપાલિકા હસ્‍તકના ઐતિહાસિક ઝૂલતો પુલ મેન્‍ટેનન્‍સ અને મેનેજમેન્‍ટ માટે ઓરેવા કંપનીને કરાર કરી સોપવામાં આવ્‍યો હતો જે પુલ ગત તા. ૩૦ ઓક્‍ટોબરના રોજ તૂટી પડ્‍યો હતો જેથી હાઈકોર્ટમાં સુઓમોટો રીટ દાખલ થતા નગરપાલિકાના સત્તાધીશોએ કોર્ટને જવાબ આપવાનો છે ત્‍યારે કેસમાં નગરપાલીકા દ્વારા બે અલગ અલગ વકીલ રોકવા અને તેની ફી ચુકવવા માટે ચૂંટાયેલા સદસ્‍યોનો અભિપ્રાય હા અથવા ના માં જવાબ આપીને નીચે સહી કરવા માટે સકર્યુલર ઠરાવ કરવામાં આવ્‍યો છે જેમાં ૧૨ થી વધુ સદસ્‍યોએ સહમતી આપી દીધી છે તો અન્‍ય સદસ્‍યો અવઢવની સ્‍થિતિમાં જોવા મળે છે.

(1:24 pm IST)