Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

આટકોટના ગુંદાળા વીડી વિસ્‍તારમાં આગ ભભુકી

આટકોટઃ આટકોટના ગુંદાળા ગામે આવેલ ફોરેસ્‍ટ વીડીમાં અચાનક આગ ફાટી નીકળતા ગામના લોકો દોડી ગયા હતા. અને આગ બુઝાવવા પ્રયાસો કર્યા હતા. જસદણથી ફાયર બ્રિગેડની ગાડી દોડી ગઇ હતી. ફાયર બ્રિગેડ એક કલાકની જહેમત બાદ આ આગ પર કાબુ મેળવી લીધો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્‍યાનું અનુમાન મળી રહ્યું છે. ગામના અનિલભાઇ ખોખરીયા સહિત ગામ લોકો દોડી ગયા હતા. (તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા-આટકોટ)

(1:26 pm IST)