Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જંગવડ પાસે એકટીવા-કાર વચ્‍ચે અકસ્‍માતઃ કારમાં આગ ભભૂકી

ભાવનગર હાઇવે જંગવડ પાસે ફોર વ્‍હીલર અને એકટીવા વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. એકટીવા ચાલકને બચાવવા જતા ગાડી ડીવાઇડર સાથે અથડાઇ ગોથું ખાઇ ગઇ હતી. જેમાં એકટીવા પચાસેક ફુટ દૂર ફંગોળાઇ હતું કીફા સેલટો કાર એકટીવા ચાલક મહીલા બચાવવા માટે ડીવાઇડર સાથે અથડાયને પલ્‍ટી ખાઇ ગઇ હતી. ઘટના સ્‍થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા. ઇજા થનાર ને હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા મોટી ઘટના ન બનતા રાહત મળી હતી. ઘટના સ્‍થળે ફાયરબ્રિગેડ દોડી ગયું હતું. ગાડીમાં આગ લાગી હતી. જેને બુઝાવી દીધી હતી. (તસ્‍વીરઃ કરશન બામટા-આટકોટ)

(1:26 pm IST)