Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

નવયુગ ઇન્‍ટરનેશનલ પ્રી સ્‍કૂલમાં ‘‘કોમ્‍યુનીટી હેલ્‍પેર્સ''

મોરબી : નવયુગ ઇન્‍ટરનેશનલ પ્રિસ્‍કૂલમાં “Community Helpers” ની પ્રવળત્તિ કરાવવામાં આવી હતી જેનો મુખ્‍ય ઉદેશ્‍ય નવયુગ ઇન્‍ટરનેશનલ પ્રી સ્‍કૂલના સ્‍ટુડન્‍ટ્‍સને દરેક ફિલ્‍ડનું  પ્રેક્‍ટિકલી જ્ઞાન મળે ઉપરાંત અત્‍યારથી જ દરેક community Helper આપણા સમાજ માટે કેટલા ઉપયોગી છે તથા સમાનતાની ભાવના કેળવવા માટે આ એક્‍ટિવિટી રાખવામાં આવી હતી જેમાં દરેક બાળક સમાજ ઉપયોગી એક એક પાત્ર નિભાવ્‍યું હતું જે પ્રવળતિઓમાં બાળકોના માતા પિતાએ પણ ખૂબ મહેનત કરી અને સાથે રૂબરૂ મુલાકાત લઈ બાળકોને બિરદાવ્‍યા હતા. નવયુગ ઇન્‍ટરનેશનલ  પ્રીસ્‍કૂલ બાળકોના ઘડતર માટે આવી અનેક અભ્‍યાસને લગતી પ્રવળત્તિઓ થતી હોઈ છે બાળકોની સાથે પેરેન્‍ટ્‍સ પણ ઉત્‍સાહપુર્વક ભાગ લે છે. અહીં બાળકોને રંગબેરંગી ચિત્રો વચ્‍ચે અભ્‍યાસ કરી શકે એ વિચાર સાથે નવયુગ ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ બનાવેલ છે જેમાં સ્‍વિમિંગ પૂલ, સોફ્‌ટ રૂમ તથા બાળકોને ગાર્ડન તેમજ એમ. પી. થિયેટર જેવી સુવિધાઓ સાથે આધુનિક પધ્‍ધતિથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

(1:28 pm IST)