Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ધોરાજીના જમનાવડ રોડ પરથી ડ્રાઇવરની લાશ મળી આવી

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ર૧ :.. ધોરાજીના જમનાવડ રોડ પર રહેતા અને છૂટક ડ્રાઇવરનું કામ કરતા એવા મનોજભાઇ બાબુભાઇ રાઠોડ (ઉ.વ.પ૦) વાળાની એપાર્ટમેન્‍ટના ગ્રાઉન્‍ડ ફલોર પર પડેલ અને આ અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયાને જાણ થતા આ અંગે પોલીસને જાણ કરેલ હતી આ ઘટના અંગે પરીવારજનોએ જણાવેલ કે મરણ જનાર એપાર્ટમેન્‍ટમાં રાત્રે સુવા જતા હતાં.  મૃતદેહનું પીએમ કરાશે.

(1:31 pm IST)