Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ધીરે ધીરે સવારે વધતી ઠંડક : હવે રાત્રીના પણ ચમકારો વર્તાય છે : ગિરનાર ઉપર ૮.૯ ડીગ્રી

રાજકોટ, તા. ર૧ :  શિયાળાનો પ્રારંભ થયો હોય તેમ છેલ્લા કેટલાક દિ'થી હવામાનમાં ઠંડક આવી છે અને સવારના સમયે ઠંડક ધીરેધીરે વધી રહી છે. ત્‍યારે હવે રાત્રિના પણ ચમકારો વર્તાઇ રહ્યો છે. જો કે લઘુતમ પારો ગગડતો હોઇ ગિરનાર પર્વત ઉપર ૮.૯ ડીગ્રી ઠંડી રહી હતી.

આગામી પાંચ દિવસ સુધી સુકું વાતાવરણ રહેશે. હાલ પવનની દિશા નોર્થ ઇસ્‍ટ તરફની રહી છે. ડિસેમ્‍બરમાં ઠંડી વધશે અને સિંગલ ડિઝીટમાં તાપમાન પહોંચશે. વરસાદને કારણે ભેજનું પ્રમાણ વધારે રહેશે. જેથી ઝાકળ, અને ધુમ્‍મસ વધારે રહેશે. હાલ વિન્‍ટર શિડયુલ મુજબ ફલાઇટ ઉડાન ભરી રહી છે. ઠંડીને કારણે સવારે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ ગરમ વષાોમાં જોવા મળે છે. જો કે, બપોરે હજુ પણ ગરમીનો અહેસાસ થતો હોવાથી પંખા ચાલુ રાખવા પડે છે.

આ વખતની ઠંડી ગત વર્ષનો રેકોર્ડ તોડે એવી સંભાવના છે. શિયાળો શરૂ થતા જ યાર્ડમાં અને બજારમાં શાકભાજીની આવક પણ શરૂ થઇ ગઇ છે. જયારે સ્‍વેટર બજારમાં હવે ખરીદી નીકળશે.

ઠંડી વધતા લોકો ઠુઠવાયા

(વિનુ જોષી) જુનાગઢના અહેવાલ મુજબ ગિરનાર પર આજે ૮.૯ ડિગ્રીએ તાપમાનનો પારો સ્‍થિર કાતિલ ઠંડી અનુભવાઇ હતી.

સોરઠમાં ગત સપ્તાહથી ઠંડીનો શરૂ થયેલો દોર આજે પણ યથાવત રહ્યો તો. આજે સપ્તાહના પ્રથમ દિવસે જુનાગઢ વિસ્‍તારમાં ૧૩.૯ ડિગ્રી ઠંડી રહી હતી.

જયારે ગિરનાર પર્વત ઉપર તાપમાનનો પારો ૮.૯ ડિગ્રી સ્‍થિર થતાં પર્વતીય વિસ્‍તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્‍યું હતું.

સવારનાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા રહેતા ઠંડીની તીવ્રતા વધી હતી. ર.૪ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા લોકો ઠુઠવાયા હતા.

ક્‍યાં કેટલી ઠંડી

શહેર        લઘુત્તમ તાપમાન

અમદાવાદ  ૩ર.ર ડિગ્રી

અમદાવાદ એરપોર્ટ ૩ર.ર ''

અમરેલી    ૩૧.૪    ,,

બરોડા       ૩૦.૮  ,,

ભાવનગર   ૩૦.૪ ,,

ભુજ         ૩૩.૯ ,,

દાદરા અને

નગર હવેલી     ૩૧.૧       ,,

દમણ       ૩૧.૮  ,,

ડીસા        ૩ર.૩  ,,

દીવ         ૩ર.૩  ,,

દ્વારકા       ૩૧.૧  ,,

ગાંધીનગર  ૩૧.પ ,,

જુનાગઢ     ૩૧.૪  ,,

કંડલા       ૩ર.૯ ,,

નલિયા      ૩ર.૦  ,,

ઓખા       ૩૦.૦  ,,

પાટણ       ૩ર.૩  ,,

પોરબંદર    ૩ર.૬  ,,

રાજકોટ     ૩૩.૦  ,,

સાસણગીર  ૩૩.૬  ,,

સિલ્‍વાસા    ૩૧.૧  ,,

સુરત        ૩૧.૧  ,,

વેરાવળ     ૩૩.૬  ,,

ઝડપી મહતમ તાપમાન રહ્યું હતું.

(1:33 pm IST)