Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વિસાવદરમાં વેકરીયા નજીક પોલીસે ચેક પોસ્ટ શરૃ કરી : ચૂંટણીને ધ્યાને લઇ વાહનો-શકમંદોનું સઘન ચેકીંગ હાથ ધરાયું

 (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૧ : વિસાવદર-ભેસાણ વિધાનસભાની ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે ચૂંટણી શાંતીપૂર્ણ માહોલમા મુકત અને સંપૂર્ણપણે લોકશાહી ધોરણે થાય એ માટે વહીવટીતંત્ર સતત સક્રિય છે.જાણવા મળતી માહિતિ મુજબ અમરેલી તરફથી જૂનાગઢ જિલ્લામા પ્રવેશતા વાહનો-શકમંદોનુ સઘન ચેકિંગ હાથ ધરી શકાય તેવા હેતુસર વિસાવદરના વેકરીયા ખાતે ''પોલીસ ચેક પોસ્ટ'' ઉભી કરાય છે.આ રોડ પર પસાર થતા વાહનોનુ પોલીસ જવાનો દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યુ છે.

(2:23 pm IST)