Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ચૂંટણી પંચના બે અધિકારીઓ રાજકોટમાં : કલેકટરો સાથે વીસી : સવારથી તમામ R.O સાથે બેઠક : બૂથ ઉપર નિરીક્ષણ

રાજકોટ, તા. ૨૧ : કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનરશ્રી હૃદેશ કુમાર, પ્રિન્સિપાલ સેક્રેટરીશ્રી એસ.બી. જોશી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની તૈયારીની સમીક્ષા માટે રાજકોટ આવી પહોંચ્યા હતા. તેમણે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતેથી રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી પી. ભારતીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર કચ્છના ૧૧ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને ચૂંટણી કામગીરી તેમજ તૈયારીઓનો ઝીણવટપૂર્વકનો તાગ મેળવ્યો હતો.

આ તકે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૃણ મહેશ બાબુ, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, અધિક ચૂંટણી અધિકારી એસ.જે. ખાચર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

દરમિયાન આજે સવારે ૧૦ વાગ્યાથી રાજકોટ શહેર - જિલ્લાના તમામ ય્.બ્. સાથે બેઠક યોજી તાગ મેળવ્યો હતો. બાદમાં બપોરે ૧૨ વાગ્યાથી તેઓ બૂથ ઉપર ફિલ્ટ વીઝીટ કરી રહ્યા છે.

(1:43 pm IST)