Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ધોરાજીની સભામાં ખુરશીઓ ખાલી રહેતા ભાજપમાં ભારે ચિંતા

રાજકોટ,તા.૨૧ : ધોરાજીમાં ભારતના પ્રધાનમંત્રી પહેલી વખત ધોરાજીમાં પધારતા હોય ત્‍યારે ધોરાજી ઉપલેટા જેતપુર જામકંડોરણા ગોંડલ કુતિયાણા ચાર વિધાનસભાના ઉમેદવારોના પ્રચાર અર્થે ધોરાજીમાં જંગી જાહેર સભા નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શરૂઆતમાં એક લાખ લોકો એકત્રિત થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી બાદમાં ૫૦૦૦૦ લોકો ઉપસ્‍થિત રહેશે તે પ્રકારે લોકો ભેગા કરવાની વિવિધ લોકોને સંગઠનના શહેર ભાજપ તાલુકા ભાજપના હોદ્દેદારશ્રીઓને જવાબદારી સોંપવામાં આવી હતી

પરંતુ નરેન્‍દ્રભાઈ મોદીની સભામાં ૫૦,૦૦૦ ની જનમેદની સામે માત્ર ૮૦૦૦ લોકો જ ઉપસ્‍થિત રહેતા અને પાછળના ભાગની તમામ ખુરશીઓ ખાલી રહેતા સ્‍થાનિક ધોરાજી શહેર અને તાલુકા ભાજપમાં ચિંતા પ્રશરી છે.

ધોરાજીની જનતાને સભાસ્‍થળ ખાતે પહોંચાડવાની જે વ્‍યવસ્‍થા કરવાની હતી તેમાં કયાંક ને કયાંક ખામી દેખાણી હોય તેવું જાહેરમાં ચર્ચાઇ રહ્યું છે

આ બાબતે ઇલેક્‍ટ્રોનિક મીડિયાએ પણ પુરાવા સાથે ઓડિયન્‍સ બતાવ્‍યું હતું અને ખુરશી ખાલી છે તે પણ બતાવ્‍યું હતું જે બાબતે ગંભીર નોંધ લેવામાં આવી છે.

(1:47 pm IST)