Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

પોરબંદરમાં સાંજે યોગી આદિત્‍યનાથજીની જાહેર સભા

પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયાના સમર્થનમાં જાહેર સભાનું ચોપાટી મેદાનમાં આયોજન 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.ર૧ : ઉત્તર પ્રદેશ મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથજીની જાહેર સભા આજે તા.ર૧મીએ સાંજે પ-૩૦ વાગ્‍યે ચોપાટી મેદાનના પાર્ટી પ્‍લોટ ખાતે યોજાનાર છે.

પોરબંદર-૮૩ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર માટે ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથજી આજે પોરબંદર આવી રહેલ છે. ચોપાટી મેદાનના પાર્ટી પ્‍લોટમાં ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથજી આજે સાંજે પ-૩૦ વાગ્‍યે પોરબંદર બેઠક ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયાના સમર્થનમાં જાહેર સભાને ગજાવશે.

(1:48 pm IST)