Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જે.સી.સી ગ્રુપ દ્વારા ‘ઝહિંન કપ ઓપન સૌરાષ્‍ટ્ર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્‍ટ - ૨૦૨૨' યોજાઇ

મુખ્‍ય મહેમાન તરીકે ચીફ રિપોર્ટર મુકુન્‍દભાઇ બદિયાણી ઉપસ્‍થિત રહયા

 (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૧ : જે.સી.સી (જુગુનું ક્રિકેટ કેમ્‍પ) ગ્રુપ તેમજ મીડીયા પાટનેર ઁજામનગર ઉદય દૈનિક અખબાર દ્વારા આયોજિત ‘ઝહિંન કપ ઓપન સૌરાષ્‍ટ્ર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્‍ટ - ૨૦૨૨' જે હાપા માર્કેટિંગ યાડ સામે આવેલ જુગુનું ગ્રાઉન્‍ડ પર મર્યાદિત ઓવર ની ક્રિકેટ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ટુર્નામેન્‍ટમાં રવિવારના દિવસે મુખ્‍ય મહેમાન તરીકે અકિલા દૈનીક જામનગર ના ચીફ રિપોર્ટર મુકુન્‍દભાઇ બદિયાની, પૂર્વ કોર્પોરેટર ચંદુભાઇ કાછડિયા, કેલ્‍વિન જ્‍વેલર્સવાળા કેલ્‍વિનભાઇ વડનગરા (બીતુંભાઇ), જામનગર જૈન સમાજ ના યુવા અગ્રણી ધવલભાઇ પારેખ, ડો.ઝાહિદ રાઠોડ, પપૂભાઇ પટણી, સુન્ની મુસ્‍લિમ સુમરા સમાજ ના યુવા અગ્રણી સદામભાઇ ખફી અને અકરમભાઇ ખફી સહિત મહેમાનો દ્વારા ટોસ પ્રક્રિયા અને મન ઓફ ધ મેચ ના ટી-શર્ટ તેમનાં હસ્‍તે આપવામાં આવ્‍યા હતા.

પ્રથમ મેચ ટીમ એફ.એચ ૧૧ એન ટીમ ૪૭ બને ટીમ મેચ યોજાયા હતો. જેમાં ટીમ એફ.એચ એ ૨૧ રન થી શાનદાર મેચ માં જીત મેળવી હતી. આ મેચ માં મન ઓફ ધ મેચઁ ટીમ એફ.એચના ખિલાડી આકીબ બ્‍લોચ ને મળેલ હતો.

બીજો મેચ સહારા ૧૧ અને એચ.એસ.ટી ૧૧ ટીમ વચ્‍ચે યોજાયો હતો. જેમાં ટીમ સહારા ૫૦ રન થી વિજય મેળવ્‍યો હતો. આ મેચમાં ‘‘મન ઓફ ધ મેચ''ટીમ આરબ ના ખિલાડી જાવેદ સાંજી ને મળેલ હતો.

  ત્રીજો મેચ ફોરેસ્‍ટ ૧૧ અને નવાગામ ૧૧ વચ્‍ચે યોજાયો હતો. જેમાં ટીમ નવાગામ એ ૬ વિકેટ થી વિજય મેળવ્‍યો હતો. આ મેચ માં ‘‘મન ઓફ ધ મેચ''ટીમ નવાગામ ના ખેલાડી જયેશ ને મળેલ હતો.

 ચોથો મેચ નવરંગ ૧૧ અને ટીમ ૬૫ વચ્‍ચે યોજાયો હતો. જેમાં ટીમ ૬૫એ ૮ થી શાનદાર વિજય મેળવ્‍યો હતો. આ મેચ માં ‘‘મન ઓફ ધ મેચ''ટીમ ૬૫ ના ખિલાડી ઇરફાન સુમરા ને મળેલ હતો.

 જે.સી.સી ગ્રુપ દ્વારા ‘ઝહિંન કપ - ૨૦૨૨' આ ક્રિકેટ ટુર્નામેન્‍ટ ના આયોજક પત્રકાર સૈયદ જૈનુંલબાપુ, કાસમભાઇ ગોરી અને સદામભાઇ શેખ ની યાદી જાણવામાં આવેલ છે.

(3:28 pm IST)