Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ભાજપ સરકારે ગુંડાગીરી નાબુદ કરીઃ અમિતભાઇ શાહ

ખંભાળીયા, કોડીનાર, માળીયા હાટીનામાં જાહેરસભા ગજવતા કેન્‍દ્રીય ગૃહમંત્રી

(કૌશલ સવજાણી દ્વારા)  ખંભાળીયા, તા., ર૧: કેન્‍દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ આજે સૌરાષ્‍ટ્ર-કચ્‍છના પ્રવાસે છે. આજે બપોરે દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયા ખાતે જાહેરસભા ગજવી હતી.

ત્‍યાર બાદ કોડીનાર અને માળીયા હાટીનામાં સભા સંબોધ્‍યા બાદ સાંજે શ્રી અમિતભાઇ શાહ કચ્‍છમાં સભા સંબોધશે.

દ્વારકા જિલ્લામાં ખંભાળીયાની ૮૧ વિધાનસભાની બેઠકના ભાજપના ઉમેદવાર મુળુભાઇ બેરાના સમર્થનમાં કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ખંભાળીયાના શકિતનગર વિસ્‍તારમાં આજે સોમવારના રોજ સવારે શિરેશ્વર મહાદેવ મંદિર પાસે ભાજપ દ્વારા જંગી સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

ખંભાળીયા વિધાનસભામાં આ વખતે ભાજપના પૂર્વ મંત્રી મુળુભાઇ બેરા, કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ધારાસભ્‍ય વિક્રમ માડમ તેમજ આપના મુખ્‍યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી ચૂંટણી મેદાને છે ત્‍યારે આ વખતે ત્રિપાંખિયા જંગમાં ખરાખરીનો મુકાબલો જામ્‍યો છે. ત્રણેય પક્ષો અને ઉમેદવારો, કાર્યકરો દ્વારા જીત માટે ડોર ટુ ડોર, સભાઓ અને સોશિયલ મીડિયા દ્વારા જોરશોરથી પ્રચારનો પ્રારંભ શરૂ થયો છે.

ખંભાળીયા ખાતે જાહેરસભામાં શ્રી અમિતભાઇ શાહે કહયું હતું કે તમારો એક મત ગુજરાતનું ભવિષ્‍ય નક્કી કરશે. કોંગ્રેસ-ભાજપની બન્ને સરકારો લોકોએ જોઇ, કરફયુ/દાણચોરી કોંગ્રેસના પેટનું પાણી હલતુ નથી. કચ્‍છ-જામનગર હથીયારોનું સ્‍મગલીંગ બંધ ગુંડા માફીયાનો ત્રાસ, શાંતીનું શાસન આપ પાર્ટી પર પ્રહાર મેઘા પાટકર નર્મદાનું નીર ર૦ વર્ષ મોડુ કર્યુ. મેઘા પાટકર સાથેની પાર્ટી લઇ પ્રજાની માફી. દુષ્‍કાળના દિવસોમાં પાણીની ટ્રેઇનો લાવવી પડતી.

અમીતભાઇ શાહે વધુમાં કહયું કે ભાજપની સરકારે ગુંડાગીરી નાબુદ કરી છે. દરીયા કાંઠામાં દાણચોરી હથીયારોની તસ્‍કરી ભાજપે બંધ કરી છે. સૌની યોજના પાણીની સગવડોમાં વધારો થયો છે. નર્મદા યોજના અટકાવવા મેઘા પાટકરના પ્રયાસો ર૦ વર્ષ મોડી યોજના શરૂ લોકોને નુકશાન થયું છે.

(3:59 pm IST)