Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

કોઇના બાપથી ડરતા નહીં, અહીં હીરાલાલ સોલંકી બેઠા છેઃ ભાજપના રાજુલા બેઠકના દબંગ નેતા-ઉમેદવારના કડાકા-ભડાકા

જે લોકો માહોલ ડહોળવા નીકળ્‍યા છે તેનું ધ્‍યાન રાખજો, આપણે સારા મતોથી જીતી જઇશુઃ હીરાલાલ સોલંકી

અમરેલીઃ ભાજપના કાર્યકતાઓને કેટલાક લોકો ધમકી આપતા અમરેલીના રાજુલા બેઠકના ધારાસભ્‍યને ખબર પડતા તેમણે કાર્યકર્તાઓને કહ્યુ હતું કે, હું કોઇના બાપથી ડરતા નહીં, અહીં હીરાલાલ સોલંકી બેઠા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને પગલે હવે એકદમ માહોલ ગરમાઈ ગયો છે. રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા આક્ષેપ અને પ્રતિઆક્ષેપનો દૌર શરૂ થઈ ગયો છે. ત્યારે ક્યારેક નેતાઓની જીભ લપસતી હોય છે તો ક્યારેક નેતાઓ તાનમાં આવીને પણ જાણી જોઈને ચર્ચામાં રહેવા માટે વિવાદિત નિવેદનો આપતા હોય છે. કંઈક આવું જ ભાજપના નેતા હીરા સોલંકીએ પણ કર્યું હોવાનું સામે આવ્યું. હીરા સોલંકીએ તેમના કાર્યકર્તાઓને ધાક ધમકી આપતા લોકોને ખુલ્લી ચેતવણી આપી. હીરા સોલંકીએ કાર્યકર્તાઓને કહ્યું કે, કોઈના બાપથી ડરતા નહીં. અહીં હીરાલાલ સોલંકી બેઠા છે. 

ભાજપના દબંગ ધારાસભ્ય હીરા સોલંકીએ વિરોધીઓ પર નિશાન સાધતા કાંઈક એવું નિવેદન આપ્યું જેનાથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અમરેલી- રાજુલા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ તેમના કાર્યકર્તાઓને ધાક ધમકી આપતા લોકોને ખુલ્લી ચેતવણી આપી. હીરા સોલંકીએ કાર્યકર્તાઓને કહ્યું કે, કોઈના બાપથી ડરતા નહીં. અહીં હીરાલાલ સોલંકી બેઠા છે. હીરા સોલંકીના આ નિવેદનનો વીડિયો વાયરલ થયો અને બસ રાજનીતિના ગલિયારાઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ.

વાત એવી છે કે, ભાજપના કાર્યકર્તાઓને કેટલાક લોકોએ ધમકી આપી હશે. અને આ વાતની ખબર તેમના નેતા અને પૂર્વ સંસદીય સચિન હીરા સોલંકીને પડી. બસ પછી તો હીરા સોલંકીએ કહ્યું કે," કોઈના બાપથી ડરતા નહીં અહીં હીરાલાલ સોલંકી બેઠા છે. ધાક ધમકી આપવા માટે જે લોકો અહીંયા નિકળ્યા છે તે લોકોના ડબ્બા હુ ગુલ કરી કાઢવાનો છું. જે લોકો માહોલ ડહોળવા નિકળ્યા છે તેનું ધ્યાન રાખજો. આપણે ખૂબ સારા મતોથી જીતવા જઈ રહ્યા છે."

 કોણ છે હીરા સોલંકી?

હીરા સોલંકી ભાજપના પૂર્વ ધારાસભ્ય છે. સાથે જ તેઓ પૂર્વ મંત્રી પરષોત્તમ સોલંકીના ભાઈ છે. પરષોત્તમ સોલંકી અને હીરા સોલંકી કોળી સમાજના પ્રભાવશાળી નેતાઓ છે. સૌરાષ્ટ્ર પર સોલંકી ભાઈઓની પકડ છે. અને હીરા સોલંકી દબંગ નેતા તરીકે જાણીતા છે. આ વખતે ભાજપે તેમને અમરેલી-રાજુલા વિધાનસભા બેઠકથી ટિકિટ આપી છે.

(5:56 pm IST)