Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

બોટાદ કોંગ્રેસમાં મોટું ભંગાણ :પૂર્વ પ્રમુખ ,વર્તમાન પ્રમુખ સહિત અનેક હોદ્દેદારો પણ ભાજપમાં જોડાયા

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ તમામ લોકોને આવકાર્યા :ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો અને સરપંચો પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા

બોટાદ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષપલટાઓ થઇ રહ્યાં છે. ગઈકાલે સુરેન્દ્રનગરના લીંબડી અને રાજકોટના જામકંડોરણામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું હતું, આજે બોટાદના ગઢડામાં પણ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાતા ગઢડાનું કોંગ્રેસ સંગઠન વિખેરાઈ ગયું છે.

ગઢડા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રતાપ છૈયા ભાજપમાં જોડાયા છે. ગઢડા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ મોહિત બોરીચા સહિત શહેર સમિતિના અનેક હોદ્દેદારો પણ ભાજપમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ  માંડવીયાએ તમામ લોકોને આવકાર્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો અને સરપંચો પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મોવડી મંડળ સાંભળતું ન હોવાના કારણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યા હોવાનું પ્રતાપ છૈયાએ જણાવ્યું હતુ.

 અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સુરેન્દ્રનગરના લીંબડીમાં કોંગ્રેસના મોટા નેતા ભગીરથસિંહ રાણા અને રાજકોટના જામકંડોરણામાં કોંગ્રેસના મોટા નેતા સુરેન્દ્રસિંહ વાળા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. 

(10:31 pm IST)