Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મોરબી ચૂંટણીની જાણવા જેવી વાત, 2017માં અપક્ષ - નોટાએ ભાજપને અને 2020માં કોંગ્રેસને હરાવી !!

વર્ષ 2017માં ભાજપ 3419 મતે એટલે કે માત્ર બે ટકા મતે હાર્યું સામે અપક્ષ અને નોટામાં 8108 એટલે કે, 4.1 ટકા મત ગયા :વર્ષ 2020માં કોંગ્રેસ 4700 મતે હાર્યું, સામે પક્ષે નોટા અને અપક્ષે 18000થી વધુ મત આચકી લીધા

મોરબી :ભાજપનો ગઢ ગણાતી મોરબી – માળીયા વિધાનસભા બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે આ વખતે ત્રિપાંખીયો જંગ જમનાર છે ત્યારે આ ચૂંટણી જંગમાં અપક્ષ અને નોટાના મત હારજીત માટે બહુ મોટો ફાળો આપી રહ્યા હોવાનું પાછલી બે ચૂંટણીના પરિણામોના વિશ્લેષણ ઉપરથી સ્પષ્ટ બન્યું છે, વર્ષ 2017માં ભાજપના ઉમેદવાર 3419 મતે હાર્યા હતા આ સમયે અપક્ષ અને નોટામાં 8108 એટલે કે, 4.1 ટકા મત પડયા હતા. એજ રીતે વર્ષ 2020ની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવારી 4700 મતની હાર સામે 18 હજારથી વધુ મત અપક્ષ અને નોટામાં ગયા હતા જો આ મત અપક્ષ નોટમાં ન ગયા હોત તો પરિણામો કંઈક અલગ જ જોવા મળ્યા હોત

વર્ષ 2017માં પાટીદાર ફેકટરના પ્રચંડ મોજામાં ભાજપના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો હતો જેમાં કોંગ્રેસના બ્રિજેશ મેરજા સામે માત્ર 3419 મતે પરાજિત થયેલા કાનાભાઇને કોંગ્રેસ કરતા અપક્ષ અને નોટા મત નડયાં હતાં.આંકડાકીય વિશ્લેષણ જોતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે માત્ર બે ટકા મતના ડિફરન્સ સામે અપક્ષ અને નોટામાં 8108 એટલે કે, 4.1 ટકા મત ગયા હતા માટે આ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારો નિર્ણાયક સાબિત થયા હતા.
65- મોરબી બેઠકનું ચૂંટણી પરિણામ (2017)
1. બ્રિજેશ મેરજા – કોંગ્રેસ – 89396 – 48.435 ટકા મત
2. કાંતિલાલ અમૃતિયા – ભાજપ – 85977 – 46.583 ટકા મત
3. નોટા – 3069- 1.674 મત -1.674 ટકા મત
4. સુખાભાઈ કુંભારવાડીયા – અપક્ષ -1387 – 0.763 ટકા મત
5. ગઢીયા ધર્મેન્દ્રભાઈ – અપક્ષ – 1236 – 0.681 ટકા મત
6. ગોગરા દીપકભાઈ – અપક્ષ – 768 – 0.428 ટકા મત
7. મીરાણી વિવેક – અપક્ષ – 690 – 0.386 ટકા મત
9. અરજણભાઇ રાઠોડ – અપક્ષ – 538 – 0.303 ટકા મત
10. અરવિંદભાઈ કાવર – અપક્ષ – 420 – 0.239 ટકા મત
4.1 ટકા મત અપક્ષ અને નોટાને મળેલ મત
વર્ષ 2020માં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પક્ષ પલટો કરી ભાજપનો કેસરિયો ધારણ કરતા આવી પડેલી પેટાચૂંટણીમાં ફરી ભાજપે બ્રિજેશ મેરજાને ચૂંટણી મેદાનમાં ઉતારી જીતવા માટે કેન્દ્ર રાજ્યના નેતાઓને મેદાનમાં ઉતારવા છતાં મોરબી – માળીયા બેઠક ઉપર કોંગ્રેસના જ્યંતિભાઈ પટેલ માત્ર 4700 જેટલા મતે જ પરાજિત થયા હતા. અહીં કોંગ્રેસની હાર માટે અપક્ષ ઉભેલા લઘુમતી ઉમેદવારો હતા. પેટાચૂંટણીમાં અપક્ષ અને નોટ મળી 18 હજાર મત કપાયા હતા જો અપક્ષ ઉમેદવારો મેદાને ન હોટ તો ચૂંટણી પરિણામો કંઈક અલગ જ આવ્યા હોત.
પેટા ચૂંટણી – 2020 આંકડાકીય વિશ્લેષણ
1. જયંતીલાલ જેરાજભાઇ પટેલ – 60062 મત
2. બ્રિજેશ મેરજા- 64711 મત
3. ભટ્ટી હુશેનભાઇ ભચુભાઇ – 870 મત
4. કાસમ હાજીભાઇ સુમરા – 259 મત
5. જાદવ ગીરીશભાઇ ગોવિંદભાઇ – 191 મત
6. જેડા અબ્દુલભાઇ હાજીભાઇ – 167 મત
7. પરમાર વસંતલાલ દામજીભાઇ – 6649 મત
8. બ્લોચ ઇસ્માઇલ યારમહમદભાઇ – 2107 મત
9. ભીમાણી જયોત્સનાબેન સવજીભાઇ – 539 મત
10.મકવાણા પરસોતમ વાલજી – 513 મત
11. મોવર નિઝામભાઇ ગફુરભાઇ – 3162 મત
12. સીરાજ અમીરઅલી પોપટિયા – 1236 મત
13. નોટા—————————— 2886 મત
18579 – નોટા અને અપક્ષને મળેલા મત
આ સંજોગોમાં વર્ષ 2022ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ, ભાજપ અને આપ એમ મુખ્ય ત્રણ હરીફ પક્ષની સાથે 10થી વધુ અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હોય આગામી તા. 8 ના રોજ જાહેર થનારા ચૂંટણી પરિણામોમાં નોટ અને અપક્ષ ક્યાં પક્ષની જીત આડે અંતરાય ઉભો કરે છે તે જોવું રહ્યું

 

(10:59 pm IST)