Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મોરબીના જાંબુડિયા ગામ નજીક આધેડ વેપારી પર એસીડ ફેંકી મહિલા ફરાર થઇ

દાઝી ગયેલ આધેડને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા

મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે આવેલ ઓવરબ્રિજ નજીક આધેડ તેના મિત્રો સાથે બેઠો હોય ત્યારે અજાણી મહિલા આવી એસીડ ફેંકી નાસી ગઈ હતી જે બનાવને પગલે દાઝી ગયેલ આધેડને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર-ઘુનડા રોડ પર રહેતા દેવેન્દ્રભાઈ વાલજીભાઈ પટેલ (ઉ.વ.૪૨) નામના આધેડ જાંબુડિયા ગામના ઓવરબ્રિજ પાસે તેના મિત્રો સાથે બેઠા હતા ત્યારે અજાણી મહિલા આવી વેપારીના માથા પર એસીડ ફેંકી નાસી ગઈ હતી જેથી ઈજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી યુવાનનું નિવેદન નોંધવા અને ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.

 

(10:59 pm IST)