Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ઢસા જ થી આંબરડી- પીપળવા રોડ સાત કી.મી.નો માર્ગ ૩.૭૫ની પહોળાઈ સાથે દોઢ કરોડના ખર્ચે બનાવાશે

સાવરકુંડલા, તા.૨૨: બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લાઠી વિધાનસભા વિસ્તારમાં જરૂરી રોડ રસ્તાઓ  બનાવવામાં માટે તેની સતત રજુઆત કરવામાં આવતા લાખો રૂપિયાના માર્ગો લાઠી બાબરા અને દામનગર વિસ્તારમાં મંજુર કરવામાં આવી રહ્યા છે

   આંબરડી અને પીપળવા ગામ ના માર્ગ ઘણા સમયથી બિસમાર હાલતમાં છે ત્યારે અહીંના સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ માર્ગને ઢસા જંકશનથી આંબરડી પીપળવા પેવર માર્ગ બનાવવા રજુઆત કરવામાં આવી હતી.

ત્યારે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ઢસા જંકશન થી આંબરડી પીપળવાનો સાત કિલોમીટરનો માર્ગ ૩.૭૫ની પહોળાઈ સાથે નવો બનાવવાની રજુઆતથી રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ માર્ગ માટે દ્વારા રૂપિયા દોઢ કરોડ (૧.૪૦લાખ) ની ફાળવણી કરવામાં આવતા

અહીં કામગીરીનો શુભારંભ કરાવી માર્ગની ચાલતી કામગીરીનું સ્થળ પરિકક્ષણ પણ કરવામાં આવ્યું હતું

  અહીં કોન્ટ્રાકટર તેમજ અધિકારીઓને રોડનું પૂરતું સુપરવિઝન કરવા તેમજ ગુણવત્તાયુકત કામ કરવા જરૂરી સૂચનાઓ આપેલ હતી તેમજ બાકી રહેતા રાજકોટથી લાઠી રસ્તાને પણ તાજેતરમાં મંજૂરી આપી હતી આ કામ પણ જેમ બને તેમ ઝડપી કરવા મા આવે તો લોકો ને ઉપયોગી થાય તે માટે ધારાસભ્ય શ્રી એ સુચના આપી હતી.

આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા,જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ જીતુભાઇ વાળા, કોંગ્રેસ પ્રદેશ અગ્રણી ઝવેરભાઈ રંઘોળીયા,ભગવાનભાઈ આહીર, નારણનગર, આંબરડી અને પીપળવા તેમજ નાના રાજકોટ ગામના સ્થાનિક  અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત લોકોએ આનંદ ની લાગણી વ્યકત કરી હતી.

(1:03 pm IST)
  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST

  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST

  • મે મહિનામાં યોજાશે કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી : સીડબલ્યુસીની બેઠકમાં લેવાયો નિર્ણય access_time 12:14 pm IST