Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

જામનગરના હાપા નજીક ઘેટાં બકરા ચરાવતા માલધારી પર અજાણ્યા શખ્શોનો હુમલો : સારવાર મળે એ પહેલા જ દમ તોડ્યો : બનાવ હત્યામાં પલટાયો

હુમલાખોરો ઘેટાં બકરા લઈને ફરાર : લૂંટના ઇરાદે અજાણ્યા શખ્શોએ આધેડ પર હુમલો કરી લોહીલુહાણ કર્યા

જામનગર શહેરના હાપા નજીક આવેલ સીમમાં ધેટા બકરા ચરાવતા માલધારી શખસ ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરી ધેટા- બકરા લઇ નાશી જતા ચકચાર બનાવ હત્યામાં ૫લટાતા પોલીસ કાફલો ઘટનાસ્થળ દોડી ગયો..સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર શહેર નજીક હાપા ગામ પાસે આવેલ સામતપીર ગામના રહેવાસી ખેતાભાઈ હઠાભાઇ ચાવડીયા હાપા સીમમાં ધેટા-બકરા ચરાવતા હોય, તેવામાં ધેટા-બકરાની લુંટના ઇરાદે આવેલ અજાણ્યા શખ્સોએ આડેધ પર હુમલો કરી દેતા લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સારવાર મળે તે પહેલાં જ આડેધે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવને પગલે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ના પી.આઈ એમ જે જલુ અને પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી જઈને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:21 pm IST)