Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

ભુજના માનકુવા ગામે ચાલતાં ગૌ વંશના કતલખાના ઉપર પોલીસનો દરોડો: ૨૮૦ કિલો ગૌ માંસ સાથે ૪ ઝડપાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: ગૌ હત્યા સામે ગુજરાતમાં કડક કાયદો હોવા છતાંયે ગૌ વંશ હત્યાઓ અને ગૌ વંશ કતલખાના ચાલી રહ્યા છે. કચ્છમાં પણ લાંબા સમયથી ગૌ માંસ ઝડપી પાડવાના ગુનાઓ પોલીસ દ્વારા પકડાઈ રહ્યા છે. ભુજના માનકુવા ગામે સદુરાઈ વિસ્તારમાં પતરાની ઓરડીમાં ચાલતા ગૌ વંશના કતલખાના ઉપર પશ્ચિમ કચ્છ એલસીબીએ દરોડો પાડીને ૨૮૦ કિલો ગૌ માંસ સાથે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. રખડતાં ભટકતાં ગૌ વંશને પકડીને તેમની અહીં કતલ કરાતી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે સિકંદર આરબ મોખા, રહેમતઅલી મહેનુદીન અંસારી, મહમદ વાજિદ અંસારી, મહમદ ફિરોઝ અંસારી ને ઝડપી પાડ્યા હતા. જ્યારે માનકુવા ગામના ચાર આરોપી નાસી છુંટ્યા હતા. પોલીસે કતલ માટેના સાધનો, કાર, ત્રણ બાઈક, વજન કાંટો અને ગૌ માંસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ પૈકી સિકંદર અને અલીમામદ અગાઉ ગૌ હત્યા તેમ જ દારૂ, જુગારમાં ઝડપાઈ ચૂક્યા છે. એલસીબી પીઆઈ એચ.એમ. ગોહિલ, પીએસઆઈ આઇ. એચ. હિંગોરા અને ટીમે આ કાર્યવાહી કરી હતી.

(11:37 am IST)