Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ દ્વારા ટીઆઈપી (થાઈલેન્‍ડ- ઈન્‍ડિયા- પાકિસ્‍તાન) સર્વિસ પર સર્વોચ્‍ચ બર્થ ઉત્‍પાદકતા હાંસલ

ટીઆઈપી (થાઈલેન્‍ડ- ઈન્‍ડિયા- પાકિસ્‍તાન) સર્વિસના ‘એમઓએલ ગેટવે' જહાજ દરમિયાન કલાકદીઠ ૧૫૭.૬ મૂવની બર્થ ઉત્‍પાદકતા હાંસલ થઈ

પિપાવાવઃ એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવે ઓશન નેટવર્ક એક્‍સપ્રેસ (વન)ના ભાગરૂપે થાઇલેન્‍ડ-ઇન્‍ડિયા-પાકિસ્‍તાન (ટીઆઇપી)ના ‘એમઓએલ ગેટવે 'જહાજ દરમિયાન કલાકદીઠ ૧૫૭.૬ મૂવની સર્વોચ્‍ચ બર્થ ઉત્‍પાદકતા હાંસલ કરી હતી. ટીઆઇપી સર્વિસ પિપાવાવ, બિન કાસિમ, કરાંચી, ન્‍હાવા શેવા, કોલોંબો, પોર્ટ કલાંગ, સિંગાપોર અને લાએમ ચાબંગના બંદરોને જોડે છે.
જહાજ દ્વારા કપાસ, મગફળી, સી ફૂડ, વ્‍હાઇટ ગૂડ્‍સ, કૃષિ જણસો, ઓટોમોબાઇલ સ્‍પેર્સ, મશીનરી, ઇલેક્‍ટ્રોનિક ચીજવસ્‍તુઓ, પીવીસી રેસિન, સેનિટરી ચીજવસ્‍તુઓ અને પીપીપી ગ્રેન્‍યુઅલ્‍સનું વહન થયું હતું. આ સર્વિસ પંજાબ, ગુજરાત, નવી દિલ્‍હીના ભારતીય બજારોને દૂર પૂર્વના બજારો સાથે જોડે છે, જેથી આ બજારોના નિકાસકારો અને આયાતકારોને લાભ થાય છે.
આ સીમાચિહનનરૂપ સફળતા પર એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવના એમડી શ્રી યાકબ ફ્રિસ સોરેન્‍સને કહ્યું હતું કે,  એમઇસીએલ સર્વિસ પછી ટીઆઇપી (વન) સર્વિસ પર ઊંચી બર્થ ઉત્‍પાદકતા અમારી કાર્યદક્ષતાનો વધુ એક પુરાવો છે, જેનો ઉદ્દેશ અમારા ગ્રાહકોને મદદ કરવાનો છે. અમને અમારા સક્ષમ સ્‍ટાફ અને માળખાગત ક્ષમતાનો ગર્વ છે, જે અમને સાતત્‍યપૂર્ણ અને અસરકારક રીતે કાર્ગોની અવરજવરનું વ્‍યવસ્‍થાપન કરવામાં મદદ કરશે. અમે એવું પણ માનીએ છીએ કે, આ કાર્યદક્ષતા અમારા ગ્રાહકોને અમારી સેવાઓની દ્રષ્ટિએ અલગ બનાવે છે. તેમ યાદીમાં જણાવાયું છે.

 

(10:57 am IST)