Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

મોતનો મલાયજો પણ ન જાળવ્યો!!: મોરબી જીલ્લામાં ૫ હજારના મૃત્યુઆંક સામે તંત્રએ ચોપડે માત્ર ૮૭ મોત દર્શાવ્યા ?

જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે સરકારને આડેહાથ લીધી કોંગ્રેસ સરકાર બનશે તો મૃતકોના પરિવારને ૪ લાખનું વળતર ચૂકવશે.

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે આજે કોરોનાની વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપવા પત્રકાર પરિષદ સંબોધી ભાજપ સરકારને આડેહાથ લીધી હતી અને મોરબી જીલ્લામાં ૫ હજાર મૃત્યુ આંક હોવા છતાં સરકારી ચોપડે માત્ર ૮૭ મૃત્યુઆંક દર્શાવી સરકાર મેલી રમત રમતી હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં કોરોના મૃત્યુ મામલે સુપ્રીમ કોર્ટમાં કેસ્ચાલી રહ્યો છે જેમાં સાચી હકીકતો બહાર આવી છે જે મીડિયાના માધ્યમથી પ્રજા સમક્ષ મુકવા જરૂરી છે જેમાં ગુજરાત સરકારે ૧૦ હજારનો મૃત્યુ આંક જાહેર કર્યો છે જયારે ગુજરાતમાંથી ૯૧ હજાર કોરોના મૃત્યુ સહાય માટે અરજી થઇ છે અને 80 હજારથી વધુને સહાય ચૂકવાઈ હોવાનું જાહેર થયું છે ત્યારે સરકારે મૃત્યુ આંક છુપાવી મેલી રમત રમી હોવાના આક્ષેપ કર્યા છે
મોરબી જીલ્લામાં મૃત્યુ આંક ૫ હજાર અને પરંતુ સરકારી ચોપડે તંત્રએ માત્ર ૮૭ નાગરિકોના મૃત્યુ દર્શાવ્યા છે તેમજ સરકારે ૪ લાખને બદલે ૫૦ હજારની સહાય ચૂકવી છે જેથી કોંગ્રેસ આગામી વિધાનસભામાં કોંગ્રેસ સરકાર બનશે તો ૪ લાખની સહાય આપવાનું પણ જણાવ્યું હતું.

(11:02 am IST)