Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

જસદણ સરકારી હોસ્‍પિટલમાં બાળકોનાં અલાયદા કોરોના વોર્ડને ખુલ્લો મૂકાયો

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૨૨: જસદણની સેવાભાવી સંસ્‍થા નિસ્‍વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સુશોભિત કરાયેલા બાળકો માટેના કોરોના ઓને જસદણ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે તાજેતરમાં ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો.

કોરોના કાળથી અવિરત સેવાકાર્ય કરતી જસદણ શહેરની એકમાત્ર સંસ્‍થા નિસ્‍વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ જસદણના આગોતરા આયોજન હેઠળ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની ગંભીરતાને ધ્‍યાનમાં રાખી વહીવટીતંત્ર દ્રારા જસદણ સરકારી હોસ્‍પિટલમાંᅠ કોરોનાગ્રસ્‍ત બાળ દર્દીઓ માટે અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવતા હોસ્‍પિટલમાં બાળ દર્દીઓ દાખલ થઈ સારવાર લઈ સારી રીતે સમય પસાર કરી શકે અને દ્યર જેવુ જ વાતાવરણ સ્‍થપાય તેવીᅠ ભાવનાથી બાળ દર્દીઓ માટેના કોરોના વોર્ડને રંગરોગાન - રમતગમતના સાધનો અને ફુલ - ઝાડથી સુશોભિત કરી તૈયાર કરવામાં આવેલ બાળ કોરોના વિભાગને અગ્રણી ઉદ્યોગપતિ અને દાતા રાદ્યવભાઈ કેશવભાઈ વેકરીયાના હસ્‍તે ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો.

સંસ્‍થાના પ્રમુખ મેહુલભાઈ સંદ્યવી એ સ્‍વાગત પ્રવચન સાથે જસદણ સરકારી હોસ્‍પિટલમાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને મદદરૂપ થવા માટે ની પૂરતી તૈયારી દર્શાવી હતી તેમજ ડો. પંકજભાઈ કોટડીયા એ પ્રાસંગિક પ્રવચન અને આભાર વિધી ડો. રાકેશભાઈ મૈત્રી એ કરેલ કાર્યક્રમ નું સંચાલન પ્રકાશભાઈ પ્રજાપતિ એ કર્યુ હતુ. બાળ કોરોના વિભાગને ખુલ્લો મૂકતી વેળાએ જસદણ પ્રાંત કચેરીના સિરશ્‍તેદાર ભગીરથભાઈ કાછડીયા, જસદણ સરકારી હોસ્‍પિટલના અધિક્ષક ડો, રાકેશભાઈ મૈત્રી સંસ્‍થાના ટ્રસ્‍ટી અને દાતા હિતેષભાઈ જોષી, દિલીપભાઈ બલભદ્રᅠ કોટડીયા, હોસ્‍પિટલના ગાયનેક ડો. પંકજભાઈ કોટડીયા ,બાળકોના ડો. મિતુલભાઈ કળથીયા, ડો. બથવાર, ડો. વિશાલભાઈ ભાયાણી, આરોગ્‍ય વિભાગના અધિકારી ધવલભાઈ ગોંસાઈ, જસદણ લેબ ટેકનીશીયન આસ્‍તિકભાઈ મહેતા, પોલીસ સ્‍ટેશનના ભાવેશભાઈ પરમાર, ભાવેશભાઈ છાયાણી, રાજુભાઈ મણીયા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિતિ રહ્યા હતા. નિઃસ્‍વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ જસદણ ના આગોતરા આયોજન હેઠળ તૈયાર કરાયેલ બાળ કોરોના વોર્ડને સુશોભિત કરવા માટે સંસ્‍થાના ઉપપ્રમુખ વલ્લભભાઈ જીંજુવાડીયા, મંત્રી હસમુખભાઈ મકવાણા, ખજાનચી હર્ષાબેન ચાવડા, ટ્રસ્‍ટી અશોકભાઈ ઠકરાળ, રમેશભાઈ જેસાણી, ડિમ્‍પલબેન સંદ્યવી, સુરેશભાઈ ધોળકીયા, પ્રવિણભાઈ ચોલેરા, વિજયભાઈ રાઠોડ, તરૂણભાઈ પરમાર પિયુષભાઈ વાજાએ જહેમત ઉઠાવી હતી.

(12:01 pm IST)