Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

વાંકાનેરમાં પૂ.બજરંગદાસ બાપાની પુણ્‍યતિથીએ પૂજન

: વાંકાનેરઃ વાંકાનેરમા મિલપ્‍લોટ ફાટક પાસે આવેલ પરમ વંદનીય પૂજય સદગુરૂદેવશ્રી બજરંગદાસબાપાની મઢુલી ખાતે આજરોજ તા, ૨૨ ના શનિવારના રોજ પૂજય સંત શિરોમણીશ્રી બજરંગદાસબાપાની (૪૫ પુણ્‍યતિથિ નિમિત્તે પૂજય બાપાનુ વિશેષ પૂજન અર્ચનવિધિ આજે સવારે આઠ કલાકે મંદિરના શ્રી પ્રભુદાસભાઈ સોંલકી, તથા બાપા સીતારામ ગ્રુપ તેમજ જોશના હિતેષભાઈ રાચ્‍છ સહિત આ વિસ્‍તારના લોકોએ પૂજન કરેલ હતું આજે સાંજે બાપા ની આરતી બાદ સમસ્‍ત જ્ઞાતિના બાળકોનું બટુક ભોજન રાખેલ છે કોરોનાની ગાઈડ લાઈન અનુસાર આજે કાર્યક્રમ રાખેલ છે કોરોના હિસાબે પ્રતિ વર્ષ સાંજના ધૂન સકીર્તન થાય છે જે આ વર્ષે રાખેલ નથી.(તસ્‍વીર અહેવાલઃ હિતેશ રાચ્‍છઃ વાંકાનેર)

 

(12:14 pm IST)