Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

સમઢીયાળામાં પતિ દેવરાજ શંકા કરી ત્રાસ આપતા ભાવુબેન ગોહેલ આપઘાત કરવા મજબુર થયા'તા

પરીણીતાની માતાની વિંછીયા પોલીસમાં ફરીયાદ પરથી જમાઇ દેવરાજ ગોહેલ સામે ગુનો

રાજકોટ, તા., ૨૨: વિંછીયાના સમઢીયાળા ગામમાં લગ્ન બાદ પતિ અવારનવાર શંકા-કુશંકા કરી ત્રાસ આપતા પરીણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરીણીતાને આપઘાત કરવા માટે મજબુર કરનારા દેવરાજ કરશનભાઇ ગોહેલ સામે ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ વિંછીયાના પીપરડી ટીંબલપરામાં રહેતા પંખુબેન માવજીભાઇ  મેર (ઉ.વ.પર)એ વિંછીયા પોલીસ મથકમાં સમઢીયાળા ગામે રહેતા જમાઇ દેવરાજ કરશનભાઇ ગોહેલ સામે ફરીયાદ નોંધાવી છે.
પંખુબેને ફરીયાદમાં જણાવ્‍યું છે કે, પોતાને ત્રણ પુત્ર અને બે પુત્રી છે. જેમાં ભાવુ ત્રીજા નંબરની હતી. આજથી તેર વર્ષ પહેલા પુત્રી ભાવુબેનના લગ્ન સમઢીયાળા ગામે રહેતા દેવરાજ ગોહેલ સાથે થયા હતા. લગ્નજીવન દરમ્‍યાન તેને સંતાનમાં બે દીકરા છે. છેલ્લા એક વર્ષથી જમાઇ દેવરાજ દીકરી ભાવુબેનને અમારા ઘરે આવવા દેતો ન હતો. અને રક્ષાબંધનના દિવસે પણ આવવા દીધી ન હતી. ગત તા.ર૩-૯-ર૧ના રોજ પોતાના દીયરના દીકરાની વહુનુ શ્રીમંત હોઇ જેથી ભાવુબેન અને પતિ દેવરાજ બંને પીપરડી આવ્‍યા હતા. તેમ છતા દીકરીને પોતાના ઘરે આવવા દીધી ન હતી અને પોતાના ગામ સમઢીયાળા જતા રહયા હતા અને તા.રપ-૧-ર૧ના રોજ પોતાના પુત્ર સંજયના ફોનમાં જમાઇ દેવરાજનો ફોન આવેલ અને વાત કરેલ કે ‘તારી બહેને દવા પી લીધી છે તમે આવો' તેમ વાત કરતા પોતે પુત્ર સંજય સહીતના પરીવારજનો સમઢીયાળા ગામે દોડી ગયા હતા તથા ભાવુબેન મરણ ગયેલ હાલતમાં પડયા હતા. જમાઇ દેવરાજ તથા કુટુંબીજનો એકઠા થઇ ગયા હતા અને દીકરી ભાવુબેનના મૃતદેહને વિંંછીયા સરકારી દવાખાને પીએમ કરાવવા માટે લઇ ગયા હતા ત્‍યાં પોતાને દીકરીના મૃત્‍યુ બાબતે શંકા હોઇ તેથી તેનું રાજકોટ સિવિલ હોસ્‍પીટલમાં પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. બાદ આ બનાવમાં પોતાની દીકરી ભાવુબેનને જમાઇ દેવરાજ અવાર નવાર શંકા-કુશંકા કરી ઝઘડો કરી ત્રાસ આપતો હોવાનું જાણવા મળ્‍યું હતું અને જમાઇ દેવરાજના ત્રાસથી કંટાળી તેણે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું જણાવ્‍યુ઼ છે. આ અંગે પોલીસે પરીણીતાને આપઘાત કરવા માટે મજબુર કરનાર દેવરાજ ગોહેલ સામે ગુનો નોંધી હેડ કોન્‍સ. ડી.કે.વાસાણીએ તપાસ હાથ ધરી છે.

 

(12:14 pm IST)