Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા બજેટ બેઠક યોજાય

જુનાગઢ : મહાનગરપાલિકા કચેરી દ્વારા મહાનગરપાલિકાનું બજેટ કમિશ્નરશ્રી રાજેશ એમ. તન્ના દ્વારા સ્‍થાયી સમિતિ ચેરમેન રાકેશભાઇ ધુલેશીયાને સોંપવામાં આવેલ છે. સને ર૦રર-ર૩નું સામાન્‍ય બજેટનું કુલ કદ ૪૦૪.૭ર કરોડ છે. રે. આવકનો અંદાજ ૧૬૬.૩ર કરોડ અને કેપીટલ આવક ર૩૮.૧પ કરોડ અંદાજેલ છે. રેવન્‍યુ ખર્ચ ૧૬પ,૪૦ કરોડ અને કેપીટલ ખર્ચ ર૩૮.૧પ કરોડ અંદાજેલ છે. વર્ષના અંતે તે રૂા. ૧.૧૬ કરોડ પુરાંત રહેશે. આ તકે મેયર ધીરૂભાઇ ગોહેલ, ડે. મેયર હીમાંશુભાઇ પંડયા, શાસક પક્ષના નેતા નટુભાઇ પટોળીયા, શાસક પક્ષના નેતા ધરમણભાઇ ડાંગર, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, કોર્પોરેટર સંજયભાઇ કોરડીયા, શશીકાન્‍તભાઇ ભીમાણી, હરેશભાઇ પરસાણા, આધ્‍યાશકિતબેન મજમુદાર, સરલાબેન સોઢા, નાયબ કમિશનર જે.એન. લિખિયા,  આસી. કમિશનર જયેશભાઇ વાજા, ચીફ ઓડીટર એમ.કે. નંદાણીયા તથા એકાઉન્‍ટન્‍ટ આશીષભાઇ કોડીયાતર તથા તમામ શાખા અધિકારી ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:16 pm IST)