Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

જુનાગઢ સહિત સોરઠમાં બીજા દિવસે પણ માવઠામય વાતાવરણ

ઠંડીમાં ધરખમ ઘટાડો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.રર : જુનાગઢ સહિત સોરઠમાં આજે પણ સતત બીજા દિવસે માવઠામય વાતાવરણ રહ્યું છે.છેલ્લા બે દિવસથી હવામાનમાં પલ્‍ટો આવતા ઠંડીમાં ધરખમ ઘટાડો થયો છે. આજે પણ સવારથી આકાશમાં વાદળા છવાય ગયા હતા.  વાતાવરણમાં ભેજના આક્રમણથી ગાઢ ધુમ્‍મસ પણ છવાય ગયું હતું.દરમ્‍યાન આજે જુનાગઢનુ લઘુતમ તાપમાન ૧૯.૮ ડિગ્રી અને વાતાવરણમાં ભેજ ૯ર ટકા રહેલ. જયારે પવનની પ્રતિ કલાકની ઝડપ પ.૬ કિ.મી.ની રહી હતી.

(1:29 pm IST)