Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ભુજમાં છરીની અણીએ પરિણીતા ઉપર પતિના બે મિત્રોનું દુષ્કર્મ

બે જણે હાથ પકડયા, અન્ય બે જણે દુષ્કર્મ આચર્યુ : ચાર સામે ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૨ : ભુજમાં ૨૦ વર્ષીય પરિણીતા ઉપર પતિના જ બે મિત્રોએ છરીની અણીએ દુષ્કર્મના બનાવે ચકચાર સર્જી છે. શહેરના સંજોગનગરમાં બનેલા આ બનાવ અંગે દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતાના પતિએ અકબર મિયાંણા અને નુરમામદ બાફણ સામે દુષ્કર્મ અને અન્ય બે અજાણ્યા શખસો સામે મદદગારી કરવાની ફરિયાદ નોધાવી છે.

બે અજાણ્યા શખ્સોએ પરિણીતાને પકડી રાખ્યા બાદ અકબર અને નુરમામદે છરીની અણીએ દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ ચારેય નાસી ગયા હતા. ભોગ બનનાર પરિણીતાને શરીરના ભાગે ઈજાઓ થતાં ૧૦૮ની મદદથી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર હાથ ધરાઇ છે.

દરમ્યાન દુષ્કર્મ આચરનાર અકબર અને નુરમામદ ભોગ બનનાર પરિણીતાના પતિના મિત્રો છે. જોકે, ભુજ એ ડિવિઝન પોલીસે બન્નેની ધરપકડ કરી મદદગારી કરનાર અન્ય બે ની તપાસ હાથ ધરી છે. પીઆઈ પી.એમ. ચૌધરી આ બનાવની તપાસ કરી રહ્યા છે.

(10:34 am IST)