Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

હળવદ સરકારી દવાખાનામાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા સહિતનાએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો

જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, મોરબી જીલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની, હળવદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા વિગેરે લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

હળવદ સરકારી દવાખાનામાં કલેકટરની હાજરીમાં ધાંગધ્રા હળવદ વિસ્તારના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, મોરબી જીલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની, હળવદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા વિગેરે લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ છે ત્યારે હળવદ ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, હળવદ ગ્રામ્ય પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, ભાજપ અગ્રણી બીપીનભાઈ દવે, શહેર મહામંત્રી રમેશ ભગત, મેહુલભાઈ પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ ઠાકોર, રમેશભાઈ ઠાકોર, અશ્વિનભાઈ કણજારીયા અને મનીષભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહેલ હતા

(9:11 pm IST)