Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મોરબીની ગર્લ્સ ટીમે રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં મેદાન માર્યું

 મોરબી :  ગુજરાત રાજય કબડ્ડી એસો દ્વારા સબ જુનિયર ગર્લ્સ કબડ્ડી ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવજીવન વિદ્યાલયની ગર્લ્સ ટીમે ભાગ લઈને ઉત્કૃષ્ટ દેખાવ કરીને સગ્મ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને વિજેતા થયેલ છે તેમજ નેશનલ સ્પર્ધા માટે ૪ બહેનો અને ૨ ભાઈઓ રાજયની ટીમમાં સિલેકશન થયું છે અને મોરબી જીલ્લા તેમજ નવજીવન વિદ્યાલયનું નામ રોશન કર્યું છે. ખેલાડીઓની સિદ્ઘિ મેળવવા બદલ કબડ્ડી ટીમના કોચ વિજયભાઈ, શાળાના કેમ્પસ ડાયરેકટર ડી બી પાડલીયા, શાળાના આચાર્ય અતુલભાઈ પાડલીયા, બ્રિજેશભાઈ ઝાલરીયા અને સમગ્ર નવજીવન વિદ્યાલય ગૌરવની લાગણી અનુભવી છે. વિજેતા ટીમની તસ્વીર.

(9:51 am IST)