Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મોરબી જિલ્લામાં ધૈર્યરાજસિંહની મદદ માટે ફાળો એકત્ર

 મોરબી : રાજપૂત કરણી સેના મોરબી જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાની આગેવાનીમા સંસ્થાના યુવાનોની ટીમે મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકામાં ફાળો એકત્ર કરવા વિવિધ સ્થળે અભિયાન ચલાવ્યું હતું ગ્રામ્ય પંથકથી લઈને શહેરમાં ફાળો ઉઘરાવ્યો હતો અને ૯ દિવસમાં કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહની મદદ માટે ૪૩,૯૭,૬૨૪ ની રકમ એકત્ર કરવામાં આવી છે તો ધૈર્યરાજસિંહની મદદ માટે ઉદાર હાથે અનુદાન આપનાર તમામ સેવાભાવીઓનો કરણી સેના ટીમે આભાર વ્યકત કર્યો છે. તે તસ્વીર.

(9:51 am IST)