Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મોરબીમાં ૮૬ વર્ષના વૃધ્ધાએ કોરોના રસી લીધી

 મોરબી : જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સંસ્કારધામ રસીકરણ કેન્દ્ર ખાતે ૮૬ વર્ષના ગોદાવરીબેન વનુભાઇ દેથરીયાએ પ્રથમ ચરણનું રસીકરણ કરાવ્યું હતું. ૮૬ વર્ષની વયે પણ મક્કમ મનોબળ સાથે રસીકરણની પ્રક્રિયા અનુસાર કોરોના અંગેની રસી મુકાવી જનજાગૃતિનો દાખવી છે. તેઓના મત અનુસાર કોરોના વેકસીન સંપૂર્ણ સુરક્ષિત છે અને તેની કોઇ આડઅસર નથી. કોરોનાથી સુરક્ષિત રહેવું હોઇ તો વેકસીન અવશ્ય લેવી જાઇએ. તેમણે લોકોને વધુમાં વધુ વેકસીન મૂકાવી પોતાના પરિવારને કોરાનામુકત રાખે તેવો અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાં અત્યાર સુધી ૨૫૩૪૮ જેટલી વ્યકિતઓને રસી આપવામાં આવી છે. કોરોના રસી લેનાર ગોદાવરીબેનની તસ્વીર. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ.મોરબી)

(9:52 am IST)