Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોની વ્યથા સાંભળ્યા બાદ તટસ્થ તપાસ જરૂરી

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. રર :.. હુતાશની પર્વની ઉજવણી સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી, વર્તમાન ભારતના વડાપ્રધાન વાયુ પ્રસરણામાં મન કી બાત કહેનાર હોય તે પૂર્વે નાગરીકો પાસેથી સુચન મંગાવવામાં આવેલ છે. વડાપ્રધાનશ્રી  લોકાભિમુખ રહેવા પ્રયત્નશીલ છે. પરંતુ તેઓશ્રીનું અભિયાન મધ દરિયે હાલક ડોલક છે.

ભાજપ સરકારના શાસનમાં સ્થાનીક સ્વરાજની સંસ્થા થી લઇ લોકસભા - રાજસભા સુધી જનહિતાર્થે કાયદાઓ ઘડવાામાં આવે છે. અમલીકરણ કરાવવા છેવટે રાજય સરકારના સચિવો રાજયપાલ શ્રી, મહામહીમ રાષ્ટ્રપતિના વાંચન બાદ સુધારા વધારા સાથે મંજૂરીની મહોર લગાવી અમલમાં મુકવા બંધારણમાં સમાવેશ કરવામાં આવે છે. અને અમલ શરૂ કરાય છે. વિવાદ જણાય તો ન્યાય અદાલત સુધી રજુઆત કરાય અને ન્યાય માંગવામાં આવે છે. કેટલીક બાબતો રાજય સરકાર નીતિ વિષયક વહીવટી નિર્ણયો લઇ પરિપત્રોના માધ્મયથી પણ અમલી કરવી વહેવારમાં લાવે છે.

બંધારણની અસર અમલવારી આજે ઉચ્ચારણમાં જ રહી છે. દિન પ્રતિદિન વિશ્વની મોટામાં મોટી લોકશાહીના આધાર સ્થંભ બચાવવા માટેનો ન્યાયાલાય ગણાય છે. તેમાં લુણો લાગતો જાય છે.

સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ તથા રાજય કેન્દ્ર સરકારના મહેસુલ વિભાગના આડાઓ સત્ય મેવ જયતેના રાષ્ટ્રીય સુત્રને નીચે ફરજ બજાવી રહ્યા છે. તેને પણ ઝાંખુ પાડી રહ્યા છે. અસત્યની આદર સત્ય પ્રમાણીકતાના નામે આંખ પ્રજામતથી ચૂંટાયેલ ગ્રામ-સેવકો, નગર સેવકો, મહાનગર સેવકો, તેમજ વિધાનસભ્યો, રાજય અને લોકસભાના સભ્યોની ચાદર ઓછી છાયાં આપી પોરબંદર સ્થાનીક સ્વરાજ સંસ્થાઓ તેમજ મહેસુલ કચેરીમાં થતી કેટલી કાર્યવાહી પર નજર અંદાજ કરીએ તો શીશકારો બોલી જાય. સત્ય મેવ જયતે ના સુત્રને ઝાંખુ પાડી દયે  છે. નીતી વિષયકના નામે તેમજ મળેલ સત્તાનો દુર ઉપયોગ કરી જે નિર્ણયો હુકમો અમલવારી માટે વહેવારમાં કરાય છે તે પીડાકારીક છે. બંધારણીય હકકની અવલેહના કરાયેલ છે. આરટીઆઇ ઉપરથી ઘણી ચો઼કાવનારી વિગતો બહાર આવી હવે માહીતી અધિકાર ર૦૦પ નીચે પુર્ણ માહીતી સમયમર્યાદા આસપાસ કે ત્યાર બાદ અપાય છે. તે પણ અધુરી હોય છે એક બીજાને તબદીલ કરી સમય પસાર કરાય. માહીતી અધિકારના કાયદાને બુઠ્ઠો બનાવવામાં આવી રહયો છે. આરટીઆઇ થી મેળવેલ માહીતી આધારે રાજય સરકાર કેન્દ્ર સરકારમાં રજુઆત કરો. અપીલ કરો તો પણ ગંભીરતા ગણાતી નથી. તે નિર્ણય હુકમો પણ વિચારમાં મુકી દયે છે.

પોરબંદર શહેર તાલુકાના જીલ્લાના નાગરીકો કલેકટરને રાજા ગણે છે તેમની પાસે ન્યાય માંગે વેદના ઠાલવે તેટલું જ તટસ્થ તપાસ અપેક્ષા રાખેલ છે.

પોરબંદરના ધારાસભ્યશ્રી વિકાસના નામે  વિકાસ કામો સમય આંતરે કર્યા વિકાસનો દાવો આગળ ધરે છે. તેમાં કેટલા પુર્વ થઇ ગયેલા કામો ગણાવી દયે છે. પરંતુ જીલ્લા કલેકટરશ્રીએ ફરજ રૂએ જે કાર્ય કરવુ  જોઇએ ફરજ બજાવવી જોઇએ. તે માટે મૌન છે. પ્રજાજનો કમ્મરતોડ ટેકસ ભરે છે. આ વ્યાખ્યામાં આવી જાય છે તગડો પગાર મેળવે છે.  ગૃહસ્થી જીવનનો ખર્ચ માસીક કરે છે. તેમાં પણ પગાર બચત રહે છે. પગાર પંથના લાભો તો અલગ છતા સંતોષ નથી. નાગરીકો તટસ્થ સાચો ન્યાય મેળવી શકતા નથી.

 નગર પાલીકાના સરકારી વહીવટદાર શાસનનો અંત આવ્યો ત્યાં ભાજપ પક્ષમાં ચુંટાયેલ નગર સેવક પ્રમુખ તરીકે ચુંટાણા ત્યાં જ તટસ્થતા દંભની શરણાઇ વગાડી. બીજી તરફ સીઆરઝેડનો ભંગ  સત્તાના જોર કરી 'મોલ' બનાવવા ખાતા મુહુર્તની ચર્ચા શરૂ થઇ આવતા માસે ખાતા મુહુર્ત થશે. હાલ પ્રજાકીય આવન જાવનના   હક્ક પર નગર પાલીકાના વહીવટી  અધિકારીએ પુર્વ સત્તાધારી બોડીના ઇશારે રાજમારગ બંધ કરી દીધેલ છે.

(10:37 am IST)